World Osteoporosis Day: મહિલાઓ માટે મોટું જોખમ બની શકે છે આ બીમારી

PC: newsroom.aaos.org

ફીમેલ્સમાં ઓસ્ટિયોપોરોસિસ એટલે કેલ્શિયમની વધુ પડતી ઉણપ ખૂબ જ ગંભીર બીમારી છે. ખાસ કરીને આ બીમારી મેનોપોઝ બાદ થાય છે અને વધુ પડતી મહિલાઓમાં તે રોગ જોવા મળે છે. ઈન્ટરનેશનલ ઓસ્ટિયોપોરોસિસ ફાઉન્ડેશનનાં જણાવ્યા અનુસાર, સમગ્ર વિશઅલમાં ત્રણમાંથી એક મહિલાની 50 વર્ષની ઉંમર બાદ હાડકાંનું તૂટવું સામાન્ય વાત છે અને તેનું કારણ ઓસ્ટિયોપોરોસિસ જ હોય છે. આ ફાઉન્ડેશને ઓસ્ટિયોપોરોસિસથી બચવા માટે પાંચ જરૂરી ટિપ્સ શેર કરી છે અને તેનું કહેવું છે કે, આ પાંચ ટિપ્સને ફોલો કરી ઓસ્ટિયોપોરોસિસ જેવી ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે.

ઓસ્ટિયોસ્પોરોસિસથી બચવાનાં 5 ઉપાયો

એક્સરસાઈઝ

30થી 40 મિનિટ સુધી ફિઝીકલ એક્ટિવિટી ઓસ્ટિયોપોરોસિસથી બચી શકાય છે. અઠવાડિયામાં ત્રણથી ચાર વાર 40 મિનિટ સુધી કરવામાં આવેલી કાર્ડિયો એક્સરસાઈઝને કારણે આ રોગથી બચી શકાય છે.

વિટામીન ડી અને કેલ્શિયમ

વિટામીન ડી અને કેલ્શિયમ યુક્ત ડાયટ જ આ રોગથી બચાવી શકે છે. દરરોજ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે સૂર્યપ્રકાશ લેવાથી વિટામીન ડીની ઉણપ પૂરી કરી શકાય છે. તેમજ દૂધ, દહીં, પનીર વગેરે ખાવા જોઈએ. તેને માટે ડૉક્ટરની સલાહ લઈને તેનાં સપ્લીમેન્ટ્સ પણ લઈ શકાય છે.

ખરાબ આદતો

ચા પીધા બાદ તરત જ વિટામીન સપ્લીમેન્ટ લેવા, સ્મોકિંગ અથવા તંબાકુ ખાવા જેવી ખરાબ આદતો હોય તો તે તરત જ બંધ કરવી જોઈએ. કારણ કે તેનાંથી શરીરમાં કેલ્શિયમનું એબ્ઝોર્બશન પ્રભાવિત થાય છે. સાથે જ જો ફીમેલ્સ વેઈટ રિડ્યૂસ કરવા માટે ઓવર ડાયટિંગ કરે તો તેમને પણ ઓસ્ટિયોપોરોસિસની તકલીફ થઈ શકે છે. અંડર વેઈટ ફીમેલ્સને પણ આ બીમારી થવાની સંભાવના વધુ હોય છે. આથી, પોતાનાં વજન મેનેજમેન્ટને યોગ્ય રાખવું જોઈએ.

રિસ્ક ફેર્ટર્સને પણ જાણી લો

આમ તો આ રોગ મુખ્યત્વે મેનોપોઝનાં સમયે જ શરૂ થાય છે, પરંતુ તે ઉપરાંત પણ ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે, આર્થરાઈટિસની દવાની સાઈડ ઈફેક્ટ અથવા માલ એબ્ઝોર્બશન ડિસોર્ડર. એટલું જ નહીં, જીનેટિક ડિસોર્ડરને કારણે પણ આ રોગ થવાની સંભાવના રહેલી છે. આથી, જો ફેમિલીમાં ઓસ્ટિયોપોરોસિસની હિસ્ટ્રી હોય તો સમય રહેતા સતર્ક થઈ જવું જોઈએ.

બોન ડેન્સિટીની તપાસ કરવવી

40 વર્ષ બાદથી જ પોતાની બોન ડેન્સિટી અંગે તપાસ કરાવવી શરૂ કરી દેવી જોઈએ, જેથી સમય રહેતા બીમારી અંગે જાણકારી મેળવી તેને દૂર કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp