હિજાબ પહેરીને ઓફિસ પહોંચેલી મહિલાને નોકરીમાંથી કાઢી મૂકાતા વિવાદ

PC: postmediawindsorstar2.files.wordpress.com/

પાકિસ્તાનમાં સોફ્ટવેર કંપનીમાં કામ કરતી એક મહિલા કર્મચારીને કહેવામાં આવ્યું હતું કે, ઓફિસમાં હિજાબ પહેર્યા વિના આવવું અને જો તેમ ન કરવું હોય તો રાજીનામુ આપી દો. મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશમાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે. આ ઘટના બાદથી આખા પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે, જેને લઈને ક્રિએટિવ કેઓસનાં મુખ્ય કાર્યકારી અધિકારી જવાદ કાદિરે રાજીનામુ આપવું પડ્યું.

મહિલાને તેના લાઈન મેનેજરે જણાવ્યું હતું કે તે પોતાની નોકરી ત્યારે જ સુરક્ષિત રાખી શકશે, જ્યારે તે હિજાબ પહેરવાનું છોડી દેશે. કંપનીનાં અધિકારીએ આ મહિલાને કહ્યું હતું કે, હિજાબ પહેરવાથી કંપનીની છબી ખરાબ થશે. જોકે, કંપનીએ આ મામલે એક માફીનામુ પણ જાહેર કર્યું છે.

આમ તો આ મામલો સામે આવ્યા બાદ કંપનીએ તે મહિલાને રાજીનામુ પાછું લઈ પોતાની નોકરી સામાન્યરીતે ફરી શરૂ કરવા માટે કહ્યું છે. સોફ્ટવેર કંપનીએ એક Facebook પોસ્ટમાં કહ્યું છે કે, કાર્યસ્થળ પર ભેદભાવનાં આરોપમાં મુખ્ય કાર્યકારી અધિકારી કાદિરને પોતાનું પદ છોડવા માટે કહેવામાં આવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp