પ્રૅગ્નન્સિ દરમિયાન દરેક મહિલાને જરૂર ખબર હોવી જોઇએ આ 7 ટિપ્સ

PC: hindustantimes.com

પ્રૅગ્નન્સિના 9 મહિનાનો સમય મહિલા માટે ખુબ જ ખાસ હોય છે. આ દરમિયાન શરીરમાં આવેલ હોર્મોનલ બદલાવ હેલ્થની સાથે-સાથે મહિલાના સ્વભાવ અને વ્યવહાર પર પણ અસર કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન ખુશી, ઉદાસી, ગુસ્સો, થાક અને ક્યારેક ક્યારેક જરુરથી વધારે એનર્જી પણ ફિલ થાય છે. જો આવુ ફિલ થાય છે તો તેને સંભાળીને રાખવુ એજ હેલ્થી પ્રૅગ્નન્સિ છે. સારી ડાયેટની સાથે સાથે આરામ, એક્સેસાઇઝ, યોગ અને ડોક્ટરી તપાસ જેવી નાની નાની વસ્તુઓ ઓ પણ આ સમયે મહત્વ રાખે છે. તમારો પણ પ્રૅગ્નન્સિ પીરિયડ ચાલી રહ્યો છે તો કંઇક જરુર હેલ્થી ટિપ્સના વિશે જાણવુ જરુરી છે તો તમને ખૂબ કામ આવી શકે છે.

પ્રૅગ્નન્સિમાં ફોલો કરો આ ટિપ્સ

નાસ્તો કરવો જરુરી

આખા દિવસના ડાયેટમાં સૌથી વધારે જરુરી છે નાશ્તો કરવો. જો આ સમયે રોટલી ખાવાનુ મન નથી થતુ તો કેલ્શિયમ અને મિનરલ્સથી ભરપૂર આહાર પણ તમે તમારા ખોરાકમાં ઉમેરી શકો છો. એમાં કોર્નફ્લેક્સ, ઓટ્સ, દહી, ફ્રૂટ જ્યૂસ, અંકુરિત અનાજ વગેરે વસ્તુઓ ઉમેરી શકો છો. જેનાથી તમને પોષણ પણ મળશે અને જમવાનું બનાવવાનો સમય પણ બચી જશે.

હેલ્થી નાશ્તાને આપો મહત્વ

પ્રૅગ્નન્સિમાં વારંવાર ભૂખ લાગવી સામાન્ય વાત છે, એવામાં કઇ પણ ખાવાની જગ્યાએ હેલ્થી નાશ્તા તરફ ધ્યાન આપો. એમાં તમે ફ્રૂટ સલાડ, લો ફેટ દહી, ફેટ પનીર, સૂપ વગેરે વસ્તુઓ ખાઇ શકો છો.

પ્રીનેટલ વિટામીન લો

ફોલિક એસિડ અને આયરનની કમીને પુરી કરવા માટે પ્રીનેટલ વિટામીનને લેવુ ખૂબ જરુરી છે. મહિલાના સ્વાસ્થ્ય માટે આ વિટામીન ખૂબ જરુરી છે તેનાથી બાળકના જન્મ સમયે થવાવાળી બીમારીઓનો ભય ખૂબ ઓછી થઇ જાય છે.

ફાઇબર ફૂડ્સનું કરો સેવન

શરીરમાં ફાઇબરની ઉણપને પૂરી કરવા માટે ફળ અને શાકભાજીઓ જરુર ખાઓ. એના માટે લીલા શાભાજી, સલાડ અને ફળ, સૂપ અથવા જ્યૂસ જેવી વસ્તુઓ દર બે કલાકે ખાતા રહો.

આલ્કોહોલ અને કેફીનથી દૂર રહો

સિગરેટ અને દારુ હેલ્થ માટે ખૂબ હાનિકારક છે. પ્રૅગ્નન્સિમાં આ રીતની વસ્તુઓથી દૂરી બનાવી ખૂબ જરુરી છે. તમે સોડાની જગ્યાએ જ્યૂસ અને નેચરલ ડ્રિંક્સ પી શકો છો.

ડોક્ટરની સલાહ વગર ન લો દવાઓ

આ સમય દરમિયાન હેલ્થથી જોડાયેલી કેટલીક મુશ્કેલીઓ આમ વાત છે. તેના માટે પોતાની મરજીથી કોઇ પણ દવા લેવાની ભૂલ ન કરો. તેનાથી તમને અને તમારા બાળકની હેલ્થને નુકશાન થઇ શકે છે.

ફિજીકલ એક્ટિવીટી પણ જરુરી છે

પ્રૅગ્નન્સિમાં જેટલો જરુરી હેલ્દી ખોરાક છે એટલુ જ જરુરી ફિજીકલ એક્ટિવીટી પણ છે. તેનો મતલબ હેવી વર્કઆઉટ અથવા વધારે વજન ઉઠાવવુ ન જોઇએ પરંતુ હલ્કી ફૂલ્કી એક્સેસાઇઝ, યોગા, વોકિંગ, સ્વિમિંગ વગેરે કરી શકો છો. રોજ દિવસમાં 30 મિનિટ ફિજીકલ એક્ટિવીટી માટે જરુર નિકાળો. વર્કઆઉટ માટે તમે એકવાર ડોક્ટરની સલાહ જરુર લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp