છોકરીઓની લગ્નની ઉંમર 18થી બદલી આટલા વર્ષ કરવાની તૈયારી કરી રહી છે સરકાર

PC: lawyerchennai.com

કેન્દ્ર સરકાર છોકરીઓની લગ્નની ઉંમરને 21 વર્ષ કરવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. માતૃત્વ મૃત્યુ દરને નીચે લાવવા માટે કેન્દ્રની મોદ સરકાર તેની તૈયારીમાં છે. આ માટે કેન્દ્ર સરકાર બાળ વિવાહ નિષેધ અધિનિયમ 2006માં લગ્નની ઉંમર, સજા અને દંડ સહિત બદલાવો પર કામ કરી રહી છે. તેને માટે કાયદા મંત્રાલય પાસેથી પણ સલાહ લેવામાં આવી રહી છે. હાલ છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ છે.

આની જાહેરાત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ સત્રમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર લગ્નની ઉંમરને નિર્ધારિત કરવા અંગે વિચાર કરી રહી છે. તેને માટે ટાસ્ક ફોર્મ કમિટીની પણ રચના કરવામાં આવી છે. જે છ મહિનામાં આ અંગે પોતાનો રિપોર્ટ આપશે. સરકાર આ આદેશની પાછળ સુપ્રીમ કોર્ટનો એક નિર્ણ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, છોકરીઓને વૈવાહિક દુષ્કર્મથી બચાવવા માટે બાળ વિવાહને સંપૂર્ણરીતે ગેરકાયદેસર જાહેર કરી દેવા જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ લગ્નની ઉંમર પર નિર્ણય લેવાનો નિર્ણય સરકાર પર છોડી દીધો હતો.

Image result for marriage age for girl in india

આ ઉપરાંત, Unicefના આંકડાઓ અનુસાર, ભારતમાં 27 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમરમાં અને 7 ટકા છોકરીઓના લગ્ન 15 વર્ષની ઉંમર સુધીમાં થઈ રહ્યા છે. જેની સીધી અસર નાની ઉંમરે માતા બનવા અને માતાની પ્રસવ પીડા દરમિયાન મૃત્યુ પર પડી રહી છે.

મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયના એખ અધિકારીના જણાવ્યા અનુસાર, લગ્નની ઉંમરમાં વધારો કરવાથી તેમની માતા બનવાની ઉંમરમાં ઘણા વર્ષોનો વધારો થઈ જશે. જેને કારણે સરકારને માતૃ મૃત્યુદરમાં પણ ઘટાડો લાવવામાં મદદ મળશે. 2017ના આંકડાઓ અનુસાર, રાષ્ટ્રીય સ્તર પર  આ આંકડો પ્રતિ એક લાખ પર 122 છે. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં તે 188 પ્રતિ એક લાખ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp