PUBG રમવા પર ગુજરાતના આ શહેરમાં પ્રતિબંધ

PC: Khabarchhe.com

આજે મોટાભાગના યુવાનો જેની લતમાં સંપેડાય ગયા છે, તેવી PUBG ગેમ પર સુરત શહેરમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સુરત શહેરમાં જાહેર હિત અર્થે યુવા અને બાળકોના કુમળા માનસ પર વિપરીત અસર કરતી PUBG કે આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરતી બ્લ્યુ વ્હેલ ગેમો પર મદદનીશ પોલીસ કમિશનર પી.એલ.ચૌધરીએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ જાહેર કર્યો છે.

જાહેરનામા પ્રમાણે PUBG તેમજ બ્લ્યુ વ્હેલ/બ્લ્યુ વ્હેલ ચેલેન્જ મારફતે કયુરેટરના એડમિનિસ્ટ્રેટરના રોલ પ્લે કરવા આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરીત કરવા અથવા સાથો સાથ જે પણ વ્યક્તિને કોઈપણ અન્ય વ્યક્તિ એવી ગતિવિધિમાં ભાગ લે છે તેવું ધ્યાને આવે તો નજીકના પો.સ્ટેશનમાં અથવા પોલીસ કંટ્રોલ રૂમમાં મૌખીક કે લેખિત જાણ કરવા જણાવાયુ છે.

જાહેર જનતાના તથા બાળકોના હિત માટે ઈન્ટરનેટ પ્રોવાઈડ કરતી તમામ મોબાઈલ કંપનીઓ તથા ગુગલ ઈન્ડિયા, ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, માઈક્રોસોફટ જેવી તમામ કંપનીઓએ PUBG, બ્લ્યુ વ્હેલ ચેલેન્જ ગેમ તથા તેના નામે મળતી આવતી અન્ય રમતોની કોઈ પણ લિંક પોતાની કંપની મારફતે ઉપયોગમાં લેવાતી હોય તો તે હટાવી દેવાની રહેશે. અપવાદ તરીકે ગુનાની તપાસની કામગીરી તથા શૈક્ષણિક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહી પર આ લાગુ પડશે નહી. આ હુકમ તા.12/01/2020 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp