16 વર્ષની કિશોરીએ લીધો માતા-પિતાની હત્યાનો બદલો, AK-47થી 3 આતંકી ઠાર કર્યા

PC: thesun.co.uk

દુનિયાભરમાં મલાલા યુસુફઇને આતંકીઓ સામે તેની બહાદુરી માટે ઓળખવામાં આવે છે. પણ હાલમાં અફઘાનિસ્તાનની એક 16 વર્ષની કિશોરીનો બદલો સૌના માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ કિશોરીએ તાલિબાની આતંકવાદીઓ સામે જે લડાઇ લડી છે તે સૌના માટે એક મિશાલ બની છે. તેની બદલાથી સૌ કોઇ ચોંકી ગયા છે. કિશોરીનું નામ છે કમર ગુલ, જેણે પોતાના માતા-પિતાની મોતનો બદલો લીધો છે.

જાણકારી અનુસાર, તાલિબાન આતંકવાદીઓએ કમર ગુલના માતા-પિતાને ઘરની બહાર ખેંચીને તેમની હત્યા કરી નાખી હતી. ત્યાર પછી કમર દુલે એકે-47થી આતંકવાદીઓને મારી નાખ્યા. સાથે જ આતંકવાદીઓને ખરાબ રીતે ઈજાગ્રસ્ત પણ કર્યા છે. ત્યાર પછી કમર ગુલનો આ બદલો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રિપોર્ટ અનુસાર, 17 જુલાઇએ રાતે 1 વાગ્યે અમુક તાલિબાનના આતંકવાદીઓએ કમર ગુલના ઘરમાં ઘૂસી ગયા હતા. સ્થાનિક પોલીસનું કહેવું છે કે, આતંકવાદીઓ કમર ગુલના પિતાને શોધી રહ્યા હતા, કારણ કે તે ગામના મુખિયા અને સરકારના સમર્થક હતા. જેનાથી નાખુશ આતંકવાદીઓએ કમર ગુલના પિતાની ઘરની બહાર ખેંચીને તેમની નિર્મમ હત્યા કરી નાખી. આતંકવાદીઓને આવું કરતા જોઇ કમર ગુલની માતાએ પણ તેનો વિરોધ કર્યો તો તાલિબાની આતંકવાદીઓએ તેમની પણ હત્યા કરી નાખી. ત્યાર પછી કમર ગુલ બહાર નીકળી અને આતંકવાદીઓ પર AK-47થી ગોળીબારી શરૂ કરી દીધી. કમર ગુલની સાથે તેનો ભાઇ પણ મોજૂદ હતો. આ ગોળીબારીને સિલસિલો લગભગ 1 કલાક સુધી ચાલ્યો.

આ ગોળીબારીમાં 3 આતંકવાદીઓ ઠાર થઇ ગયા. ત્યાર પછી આતંકવાદીઓનો ગામના લોકોએ અને સાથે જ સરકારના સમર્થકોએ ખૂબ સામનો કર્યો અને તેમના ભગાવવામાં સફળ રહ્યા. કહેવામાં આવી રહ્યું છે કે, તે સમયે લગભગ 40થી વધારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. હાલમાં અફઘાન સુરક્ષાદળ કમર ગુલ અને તેના ભાઇને કોઇ સુરક્ષિત જગ્યા પર લઇ ગયા છે.

આ ઘટના પછી કમર ગુલ અને તેનો ભાઇ લગભગ 2 દિવસ સુધી શોકમાં રહ્યા. આ ઘટનાને લઇ કમર ગુલનું કહેવું છે કે, આ મારો અધિકાર હતો. કારણ કે મારે મારા માતા-પિતા વિના જીવવું નહોતું. તાલિબાન આતંકવાદીઓ મોટે ભાગે અફઘાન સરકાર અને સુરક્ષાદળોનું સમર્થન કરનારા લોકોને મારી નાખે છે. અત્યાર સુધીમાં ઘણાં લોકોને મારી નાખવામાં આવ્યા છે. કમર ગુલના હાથમાં AK47ની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp