એક સ્ત્રી પ્રેમ ઉપરાંત આ 5 ગુણ પુરુષમાં શોધે છે, તાજેતરમાં થયેલા સરવેનું તારણ

PC: insider.com

આપણે આપણાં પાર્ટનરને ખુશ રાખવા માટે ઘણું બધું કરતાં હોઈએ છીએ. પોતાના પ્રેમ સંબંધને પરફેક્ટ કરવા અને રાખવા માટે આપણને પ્રેમ સાથે કેટલીક વસ્તુઓની જરૂર પડતી હોય છે.  કહેવાય છે ને કે છોકરીઓને સમજવી ખૂબ જ મુશ્કેલ છે. હા કેટલીક હદ સુધી એ વાત સાચી પણ છે, છોકરીઓ મોટાભાગે નાની નાની વાતોમાં ખુશીઓ શોધે છે. તેમના મનમાં એમ નથી રહેતું કે તેના પાર્ટનરની મહિને કેટલા રૂપિયાની સેલેરી છે. છોકરીઓ માત્ર જૂવે છે કે પોતાના પાર્ટનરનું દિલ કેટલું મોટું છે. એન નાનકડી સરપ્રાઈઝ પણ કે પોતાના પાર્ટનરના નાનકડા વખાણથી પણ છોકરીઓ ખુશ થઈ જાય છે. માત્ર પ્રેમ સાથે કોઈ પણ સંબંધને પરફેક્ટ બનાવવાની કલ્પના નહીં કરી શકાય. એક હાલની જ સ્ટડી મુજબ મહિલાઓ પોતાના પાર્ટનરમાં પ્રેમ સિવાય કેટલાક અન્ય ગુણો પણ હોય તેમ ઈચ્છે છે. તો આવો આપણે જાણીએ કે મહિલાઓ પોતાના પાર્ટનરમાં કઈ ક્વાલિટીઝ જોવા માંગે છે.

વિનમ્રતા:

સંશોધનમાં એ સાબિત થયું છે કે મહિલાઓ પોતાના સાથીમાં વિનમ્રતાનો ગુણ હોય. મહિલાઓ એમ ઈચ્છે છે કે તેનો પાર્ટનર ખૂબ જ સરળ સ્વભાવનો હોય. એક આંતરરાષ્ટ્રીય સર્વેમાં મોટાભાગની મહિલાઓએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ પોતાના પાર્ટનરમાં દયા અને વિનમ્રતાનો ભાવ જોવા માંગે છે.

બુદ્ધિમાની:

બીજી વસ્તુ કે જે મહિલાઓ પુરુષોમાં શોધે છે તે છે પુરુષની બુદ્ધિમાની. બુદ્ધિમાનીનો અર્થ એ નથી કે માત્ર શિક્ષણ કે ડિગ્રી હોય. એવા ઘણાં પુરુષ છે કે તેઓ સારી ડિગ્રી વિના પણ ઘણું બધુ મેળવી લે છે અને મહિલાઓ એવા પુરુષો પ્રત્યે વધારે આકર્ષિત થાય છે.

ઉદારતા:

ઉદારતા એક એવો ગુણ છે જે આજના જમાનામાં ઘણાં ઓછા લોકોમાં જોવા મળે છે. સંશોધનમાં એ વાતનો ખુલાસો થયો છે કે જે પુરુષોમાં ઉદારતાનો ભાવ હોય, તેમને મહિલાઓ જલ્દી પસંદ કરી લે છે. ઉદાર પુરુષો તરફ મહિલાઓ સરળતાથી આકર્ષિત થઈ જાય છે.

આત્મવિશ્વાસ:

આત્મવિશ્વાસ એક એવો ગુણ છે જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેચે છે. મહિલાઓ આત્મવિશ્વાસથી ભરેલા પુરુષોને ખૂબ જ પસંદ કરે છે. મોટાભાગની મહિલાઓને એવા પુરુષ સારા લાગે છે જેમાં બનાવટ કે દેખાડો નથી હોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp