ત્રીજી લહેર વિશે SBIના રિપોર્ટમાં જુઓ શું કહેવાયું અને કેવી તૈયારી કરવા કહ્યું

PC: thenewsminute.com

દેશની પ્રમુખ સરકારી બેન્કિંગ સંસ્થા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની એક રિપોર્ટમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઇ ચેતવણી આપી છે. બેંકે પોતાની લેટેસ્ટ Ecowrap રિપોર્ટમાં કહ્યું કે બીજા દેશોના ઉદાહરણ દ્વારા જોઇએ તો ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેર, બીજી લહેર જેટલી જ ખતરનાક બની શકે છે. બેંકે આ રિપોર્ટમાં ત્રીજી લહેરમાં 12-18 વર્ષના બાળકોને વધારે ખતરો જણાવતા આ ગ્રુપના બાળકોમાં વેક્સીનેશનને પ્રાથમિકતા આપવાની વાત કહી હતી.

બેંકે પોતાની રિપોર્ટમાં કહ્યું કે જો ભારત ત્રીજી લહેર માટે તૈયાર રહે છે તો ગંભીર કેસોની સંખ્યા ઓછી રહેશે, જેથી મોતોનો દર પણ ઓછો રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, અમે જોયું કે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ અને આક્રમકતાની સાથે થયેલા વેક્સીનેશનના કારણે જો ગંભીર કેસો 20 ટકાથી 5 ટકા પર આવી જાય છે તો ત્રીજી લહેરમાં મોતોની સંખ્યા વર્તમાનની મોતોની સંખ્યા 1.7 લાખની તુલનામાં ઘટીને 40 હજાર પર આવી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વેક્સીનેશનને સૌથી પહેલા પ્રાથમિકતા આપવામાં આવી જોઇએ. ખાસ કરીને બાળકોમાં જેમના પર ત્રીજી લહેરનો ખતરો વધારે છે. 12-18 એજગ્રુપમાં 15-17 કરોડ બાળકો છે. જેના માટે સરકારે વિકસિત દેશોના આધારે વેક્સીન ખરીદવાની નીતિ વધુ એડવાન્સ કરવી પડશે.

જણાવી દઇએ કે, ભારતમાં બાળકો પર કોરોના વેક્સીનની ટ્રાયલ શરૂ થઇ ગઇ છે. સૌથી અગત્યની વાત એ છે કે ઘરેલૂ વેક્સીનનું પરીક્ષણ થઇ રહ્યું છે. જેમાં પરીક્ષણ સફળ રહ્યા પછી વેક્સીન જલદી તૈયાર થવામાં પણ સફળતા મળશે. પટના એમ્સમાં બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયું છે. અત્યાર સુધીમાં 3 બાળકો આ વેક્સીન ટ્રાયલમાં સામેલ થઇ ચૂક્યા છે. પટના એમ્સના કોરોના પ્રભારી ડૉક્ટર સંજીવ કુમારે કહ્યું કે 12 થી 17 વર્ષની ઉંમર સુધીના બાળકો પર આ ટ્રાયલ મંગળવારે શરૂ કરી દેવામાં આવી છે. પહેલા દિવસે 3 બાળકોને ઈન્જેક્શન આપવામાં આવ્યું છે. ત્યાર બાદ ત્રણેય બાળકો સ્વસ્થ છે.

ડૉ. સંજીવ કહે છે કે, આવતા એક મહિનામાં 525 બાળકો પર આ ટ્રાયલ કરવામાં આવશે. જેમાંથી 100 બાળકોએ અત્યાર સુધી રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. તેમની સ્ક્રીનિંગ પછી પસંદ કરવામાં આવેલા 3 બાળકો પર ટ્રાયલ કરવામાં આવી. બીજા ચરણમાં બાળકો પર વેક્સીનનો કોઇ નકારાત્મક પ્રભાવ ન જોવા પર ત્રીજા સ્ટેજ હેઠળ વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવશે અને પ્રભાવી જાણ થતાં તેને વેક્સીન ઉત્પાદન માટે મોકલી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp