માસિક દરમિયાન મહિલાઓની રજાના સમર્થનમાં થરૂર, કોંગ્રેસી મહિલા નેતાએ જ ઘેર્યા

PC: indiatvnews.com

મહિલાઓએ માસિક દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. દર મહિને થનારા માસિક દરમિયાન પેટમાં દુખાવો, બ્લીડિંગને કારણે મહિલાઓની તબિયત ખરાબ થાય છે. ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસની માગ છે કે મહિલાઓને માસિક સમયે રજા આપવી જોઈએ. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આ માગથી જોડાયેલ એક પિટિશન પર હસ્તાક્ષર કરવાની અપીલ કરી છે.

જોકે, કોંગ્રેસની જ નેતા શર્મિષ્ઠા મુખર્જી અને ધારાસભ્ય અદિતિ સિંહે આ માગને ફગાવી દીધી છે. શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે, આના દ્વારા મહિલાઓને નોકરી મળવામાં સમસ્યા થઈ શકે છે.

ઓલ ઈન્ડિયા પ્રોફેશલ્સ કોંગ્રેસે મહિલાઓને માસિક દરમિયાન રજા મળવાનો અભિયાન શરૂ કર્યો છે. ઓનલાઈન પિટિશન બનાવવા અને તેના પર સાઈન કરનારી એક વેબસાઈટે આ સંબંધમાં પિટિશન તૈયાર કરી છે. જેમાં માસિક દરમિયાન મહિલાઓને રજા મળવાની પોલિસી અને કાયદો બનાવવાની માગ કરવામાં આવી છે. 800થી વધારે લોકોએ આ પિટિશનમાં સાઈન કરી પોતાનું સમર્થન આપ્યું છે.

થરૂરે કરી પિટિશન પર સાઈન કરવાની અપીલઃ

જણાવી દઈએ કે, શશિ થરૂર ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસના ચેરમેન છે. તેમણે ટ્વીટ કરી લખ્યું, શું તમે સરકારી અને ખાનગી ઓફિસોમાં કામ કરતી મહિલાઓને માસિક દરમિયાન રજા મળે તે વાતનું સમર્થન કરો છો? તેને સમર્થન આપો અને સાઈન કરો. આવો મળીને ભારતને લૈંગિક આધાર પર સમાવેશી બનાવીએ.

પણ કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ આ માગનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું, હું આનું સમર્થન કરતી નથી. મોટા ભાગની મહિલાઓ ખરાબમાં ખરાબ ક્રેમ્પ્સ અને તકલીફ હોવા છતાં કામ કરવામાં સક્ષમ અને મજબૂત છે. ભેદભાવપૂર્ણ નવા કાયદાની માગ કરવાથી મહિલાઓને મળનારી નોકરીમાં ભેદભાવ થશે.

ઉત્તર પ્રદેશના રાયબરેલીના કોંગ્રેસ મહિલા ધારાસભ્ય અદિતિ સિંહે લખ્યું, ફરી એકવાર પુરુષો એ નક્કી કરી રહ્યા છે કે મહિલાઓ શું ઈચ્છે છે. મેં માસિક સમયે જ ચૂંટણી લડી અને જીતી પણ. યોગ્ય મૂળભૂત સુવિધા અને જાહેર સ્થળોની સાફ-સફાઈ પર ધ્યાન આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp