નાના શહેરોમાં બસ-રીક્ષામાં યૌન ઉત્પીડનના મામલાઓમાં વધારો, આ શહેર છે પહેલા ક્રમે

PC: siasat.com

મહિલાઓની સાથે યૌન ઉત્પીડનના મામલાઓ મહાનગરોને બદલે નાના શહેરોમાં અનેકઘણા વધુ સામે આવી રહ્યા છે. જેમાં પણ મહિલાઓને સૌથી વધુ સાર્વજનિક પરિવહનવાળા વાહનો જેવા કે બસ, ઓટોમાં સૌથી વધુ હેરાન કરવામાં આવે છે. આ મામલામાં રાજસ્થાનનું જોધપુર શહેર પહેલા નંબર પર છે.

આ વાત એક સર્વેમાં સામે આવી છે. મધ્ય ભારતના નાના શહેરોમાં સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવવા માટે ભોપાલ, ગ્વાલિયર અને જોધપુરમાં 9133 મહિલાઓને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. એશિયા ફાઉન્ડેશન, સેફ્ટીપિન અને સેન્ટર સોશિયલ રિયર્સ દ્વારા વુમન એન્ડ મૉબિલિટી પર આ સર્વે કરવામાં આવ્યો હતો.

સર્વેના પરિણામ જોતા માલૂમ પડ્યું કે, રાજસ્થાનના જોધપુર શહેરમાં સૌથી વધુ યૌન ઉત્પીડનના 67 ટકા મામલા રોડવેઝ બસ, ઈ-રિક્શા, ઓટો અને ઓલા-ઉબરમાં થઈ રહ્યા છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં દર બીજી યુવતીને ગંદી નજર કે ગંદી હરકતનો શિકાર થવું પડે છે. તેમજ મધ્ય પ્રદેશના જ ગ્વાલિયર શહેરમાં આ પ્રકારના 35 ટકા મામલા સામે આવ્યા છે.

સાર્વજનિક પરિવહન એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મહિલાઓને હેરાન કરવાના મામલાઓનું ઘણી શ્રેણીઓમાં અધ્યયન કરવામાં આવ્યું. જેમાં ઘૂરવું, કપડાંની અંદર જોવું, ગંદી વાતો બોલવી, ગંદા ઈશારા કરવા, એકબીજાને અડીને ઊભા રહેવું અને ગમે ત્યાં હાથ લગાડવા જેવી હરકતો સામેલ હતી. સર્વે દરમિયાન ટ્રાન્સપોર્ટરોનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હો, તેમનું કહેવું હતું કે, આવી ઘટનાઓ માટે યુવતીઓ પોતે જ જવાબદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp