દરેક મહિલાના કામ આવશે આ સ્માર્ટ કિચન ટિપ્સ

PC: youtube.com

ગૃહિણીઓનો વધું સમય કિચનના કામ-કાજમાં નીકળે છે એટલા માટે તેને કિચન સાથે ઉંડો સંબંધ હોય છે. આમ તો મહિલાઓ ભોજન બનાવવામાં માહિર હોય છે, પરંતુ તેમ છતાંય તેને ઘણી નાની-મોટી પરેશાનીનો સામનો કરવો પડે છે. એવામાં તમે પરેશાન ન રહો એટલા માટે આજે અમે તમને કેટલીક કુકિંગ ટિપ્સ જણાવીશું, જે તમારા રસોડાના કામને સરળ બનાવી દેશે. તો ચાલો જાણીએ કિચનના કામને સરળ અને ટેસ્ટી ભોજન પકવવાની કેટલીક સરળ કિચન ટિપ્સ પર એક નજર કરીએ...

સરળ કુકિંગ ટિપ્સ

  • પનીર બનાવતા સમયે પાણી વધ્યું છે જે પાણીથી લોટ બાંધશો તો પરાઠા ઘણાં ટેસ્ટી બનશે. 
  • મિક્સ વેઝ કટલેટને ઉકાળ્યાં બાદ તેનું પાણી સૂપ અથવા દાળ બનાવવામાં ઉપયોગ કરો. જેથી સૂપ તેમજ દાળનો સ્ટેટ વધી જશે.
  • જો તમે દૂધીનો હલવો બનાવી રહ્યાં છે તો તેનો ટેસ્ટ વધારવા માટે તેમાં મલાઇ ઉમેરી મિક્સ કરો. જેથી સ્વાદ બે ગુણા વધી જશે.
  • દહીં ખાવાના ખૂબ શોખીન છે તો લગભગ દરેક ઘરમાં મળી જશે, પરંતુ દહીં ખૂબ સ્વાદિષ્ટ અને મુલાયમ બનાવવા માટે ક્રશ કરેલી દાળમાં થોડું દહીં ઉમેરો જેથી દહીં વધું ટેસ્ટી લાગશે.
  • જો અંકુરિત દાળને વધું સમય સુધી ફ્રેશ રાખવા ઇચ્છો છો તો તેમાં લીબૂંનો સર ઉમેરી ફ્રીજમાં રાખો.
  • દહીં જમાવતા સમયે જો દૂધમાં થોડો નારિયેળનો ટૂંકડો ઉમેરો તો દહીં 2-3 દિવસ સુધી તાજું રહે છે.
  • દેસી ઘીને વધુ દિવસો સુધી ફ્રેશ રાખવા માટે તેમાં 1 ટૂકડો ગોળ અને એક ટૂકડો મીઠું ઉમેરો. જેથી ઘી વધું દિવસ સુધી તાજુ રહેશે.
  • લીબૂંનો ઉપયોગ કર્યા બાદ તેની છાલને સ્વચ્છ વર્તનમાં નાખો. પછી તેમાં મીઠું ઉમેરી તડકામાં રાખો.
  • પનીર અને ચીસનો ઉપયોગ કરતા સમયે તેના પર થોડું તેલ ઉમેરો. જેથી પનીર તેમજ ચીસ ચોટશે નહી.
  • જો સવારે ફટાફટ કોબીનું શાક તૈયાર કરવું છે તો રાતના સમયે કોબીના મોટા ટૂકડામાં કટ કરી મીઠાના પાણીમાં ઉમેરી રાખી દો. જેથી કોબીના જંતુ પોતાની જાતે જ નીકળી જશે અને તે સફેદ અને સારી થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp