દુબઈમાં 25 લાખની નોકરી છોડી સરપંચની ચૂંટણી માટે ગામ પહોંચી સુનીતા

PC: chaltapurza.com

36 વર્ષીય સુનીતા કંવર એક ગ્રેજ્યુએટ છે. અત્યાર સુધી તે દુબઈની એક શિપિંગ કંપનીમાં નોકરી કરતી હતી. વાર્ષિક પેકેજ 25 લાખનું હતું. પણ હવે તે રાજસ્થાનમાં પંચાયતની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. સુનીતા સીકરના શ્રીમાધોપુરની પાસે નાંગલ ગામમાં સરપંચની ચૂંટણી લડી રહી છે.

13 વર્ષથી દુબઈમાં રહેતી હતીઃ

સુનીતાએ કહ્યું કે, નાંગલ તેનું સાસરું છે. તે પાછલા 13 વર્ષથી પતિની સાથે દુબઈમાં રહેતી હતી. ગામના વિકાસ માટે તે રાજસ્થાન આવી ગઈ અને હવે સરપંચની ચૂંટણી લડી રહી છે. તે કહે છે, જો તે ચૂંટણી જીતી જશે તો ગામમાં વીજળી, પાણી, રોજગાર, સ્વાસ્થ્ય, શિક્ષા જેવી સમસ્યાઓ પર કામ કરશે.

સુનીતાનો પતિ જોધા સિંહ શેખાવત દુબઈમાં નોકરી કરે છે. જ્યારે સસરા દિગપાલ સિંહ અને પરિવારના અન્ય લોકો નાંગલ ગામમાં જ રહે છે. સુનીતા કંવરે જણાવ્યું કે, જીવનમાં તેણે ભગવાન પાસે જે માગ્યું તેના કરતા વધારે મળ્યું છે. હવે તે દેશમાં પોતાના સાસરામાં રહીને સમાજ સેવા કરશે. માટે તે ગામમાં ચૂંટણી લડી રહી છે.

સુનીતા કહે છે, દુબઈમાં નોકરી દરમિયાન તેણે મહેસૂસ કર્યું કે દુબઈમાં રહેનારા લોકો પોતાના દેશ વિશે ઘણું વિચારે છે. તે કહે છે, તેના પિયર અને સાસરામાંથી કોઈ રાજનીતિમાં નથી. તે કહે છે, જો તે ચૂંટણી હારી પણ જશે તો એનજીઓના માધ્યમથી ગામના વિકાસ માટે કામ કરતી રહેશે.

રાજસ્થાનમાં 4 ચરણમાં સરપંચની ચૂંટણી ચાલી રહી છે. પહેલા ચરણની ચૂંટણી 18 જાન્યુઆરીએ થઈ. જેમાં 2726 સરપંચ બન્યા, હવે 22 જાન્યુઆરીના રોજ બીજી અને 29 જાનેયુઆરીના રોજ ત્રીજી તો 1 ફેબ્રુઆરી ના રોજ ચોથા ચરણની ચૂંટણી યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp