7 વર્ષના બાળકની કમાણી જાણી ચોંકી જશો, વીડિયો બનાવી કમાય છે કરોડો

PC: dailyadvent.com

ફક્ત 7 વર્ષની ઉંમરમાં શું કોઇ બાળક અબજોપતિ બની શકે? આ સવાલનો જવાબ તમને રિયાનના નીચે આપેલા વીડિયો જોઇને મળી જશે. સાત વર્ષના રિયાને વર્ષ 2018માં 22 મિલિયન ડોલર એટલે 155 કરોડ,30 લાખ,90 હજાર કમાણી કરી છે. Forbesની ટોપ 10 સૌથી વધું કમાણી કરનારા યૂટ્યૂબરની લિસ્ટમાં રિયાનનું સૌથી પહેલા આવ્યું છે.

રિયાને આ લિસ્ટમાં પહેલા નંબર પર આવી ઘણાં સ્ટાર્સને પાછળ છોડી દીધાં છે. રિયાનની મમ્મી અનુસાર, રિયાનને યૂટ્યૂબ પર ટોય રિવ્યૂ જોઇને ખૂબ ચોકી રહ્યાં છે. એક દિવસ, તેમણે મને પૂછ્યું કે ઘણાં બાળકો યૂટ્યૂબ પર છે પરંતુ હું કેમ નથી? જે બાદમાં અમે નક્કી કર્યું કે અમે રિયાનનું પણ યૂટ્યૂબ ચેનલ ખોલીએ. અમે ચેનલ માટે સૌથી પહેલા ટોય લેવા માર્કેટ પહોચ્યાં. ત્યાંથી રિયાને લેગો ટ્રેન પસંદ કરી,અને બસ ત્યાંરથી અત્યાર સુધીમાં રિયાન પોતાના ચેનલ પર ડેડિકેશનથી વીડિયો બનાવ્યો છે.

રિયાનના સૌથી લોકપ્રિય વીડિયોને 934,602,459 વ્યૂજ મળી ચુક્યાં છે. Ryan ToysReview હવે એટલો લોકપ્રિય બની ગયો છે કે રિયાનની પાસે હવે ખૂદની ટોપ લાઇન લોન્ચ કરી છે. રિયાનના આ લાઇનમાં સૌથી લોકપ્રિય ટોય જાયન્ટ મિસ્ટ્રી એગ છે જેમાં અલગ-અલગ રીતના ટોયજ ભરેલા છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp