
નેશનલ કમિશન ફોર વીમેન, નવી દિલ્હી દ્વારા 29 માં સ્થાપના દિન નિમિત્તે તા. 31 જાન્યુઆરી 2021ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ‘કોવિડ વુમેન વોરીયર્સ- ધ રીયલ હીરોઝ’ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વર્કશોપમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવી રાષ્ટ્રિય મહિલા આયોગ દ્વારા તેમનુ ઍવોર્ડથી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ.
ભારતીય રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તાજેતરમાં કોવિડ-19ના કપરા સમય દરમિયાન ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવીને રાષ્ટ્રિય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા દ્વારા ઍવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા. કોવિડ વોરીયર્સ હીરોઝ સન્માનના આ રાષ્ટ્રિય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાત મહિલા આયોગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને વિશેષ નોંધ લેવામાં આવી હતી.
ગુજરાત મહિલા આયોગ દ્વારા કોવિડ-19 દરમિયાન મહિલાઓને લગતા કૌટુંબિક પ્રશ્નોના નિકાલ તેમજ પીડિત મહિલાઓને ન્યાય અપાવવા 33 વેબિનાર યોજવામાં આવ્યા હતા. તદુપરાંત મહિલાઓને આવશ્યક ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવી તેમજ માસ્ક, સેનીટાઈઝેશનનો વારંવાર ઉપયોગ, સાબુથી વારંવાર હાથ ધોવા, સોશ્યલ ડીસ્ટન્સનુ પાલન કરવુ સહિતની લોકજાગૃતિ કેળવવાના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. વિષમ સંજોગોમાં પણ મુશ્કેલીઓનો સામનો કરીને ગુજરાત રાજ્ય મહિલા અયોગનુ જે નિયમિત કામકાજ હતુ તે ઉપરાંત વધારાની કામગીરી કરીને સેવાનુ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડયુ છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, કેન્દ્રના રાજ્ય કક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા અને જળશક્તિ મંત્રી રતનલાલ કટારીયા, તથા નેશનલ કમિશન ફોર વીમેનના અધ્યક્ષા રેખા શર્મા, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રામ મોહન મિશ્રા, તેમજ વિવિધ રાજયોના ચેરપર્સન આ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા તરીકે તેઓ છેલ્લા 11 વર્ષોથી કાર્યરત છે. મહિલાઓના કેસોમાં ન્યાયીક, સંવેદનશીલ, તટસ્થ તેમજ ખૂબ ઝડપી હોવાથી મહિલાઓ માટે આશીર્વાદરુપ છે. તેઓના કાર્યકાળ દરમિયાન 181 અભયમ્, 270 નારી અદાલતો, મહિલાઓની જાગૃતિ માટેના 400 નારી સંમેલનો, મહિલાઓના કાયદાકીય હકક માટેની કાયદાકીય શિબિર, યુનિવર્સિટી વર્કશોપ યોજવામાં આવ્યા. પિડિત મહિલાઓને રોજગારીની તકો મળી રહે તે માટે 4પ કરતા વધારે કાયદાકીય શિબિરો યોજવામાં આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp