સૈનિકની પત્ની પર જેઠ 18 વર્ષથી રેપ કરતો હતો પતિએ કહ્યું - ભાઇઓમાં તો આ ચાલે

PC: bhaskar.com

મધ્ય પ્રદેશમાં એક સૈનિકની ગેરહાજરીનો લાભ લઇને તેના સગા મોટાભાઇએ નાના ભાઇની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ સિલસિલો 18 વર્ષ સુધી ચાલ્યો હતો. આખરે પરણિતાએ હિંમત ભેગી કરીને પોલીસને ફરિયાદ કરી છે.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક સૈનિકની પત્ની પર 18 વર્ષથી તેણીનો જેઠ બળાત્કાર કરતો હતો. પત્નીએ પોતાના પતિને આ વાત કરી હતી તો પતિએ કહ્યું હતું કે ભાઇઓમાં તો આ બધું ચાલતુ રહે, ઘરની વાત છે, તારું મોં બંધ રાખજે. આખરે કંટાળેવી પરણિતાએ પોલીસમાં જેઠ  સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અને પતિ સામે પણ સહયોગ કરવાની ફરિયાદ નોંધાવી છે.

પીડિત પરણિતાએ આરોપ લગાવ્યો છે કે તેના જેઠે વર્ષ 2003માં પહેલીવાર બળાત્કાર કર્યો હતો. તે વખતે તેના પતિની ડયૂટી બોર્ડર પર હતી. પરણિતાએ જયારે પતિને જેઠના બળાત્કાર વિશે વાત કરી તો પતિએ પત્નીની મદદ કરવાને બદલે પોતાના ભાઇની તરફેણ કરી હતી. પતિએ કહ્યું હતું કે ભાઇઓમાં આ બધું ચાલતું રહે છે, તે તારું  મોં બંધ રાખજે.

પોલીસે કહ્યું હતું કે પીડિત મહિલા 37 વર્ષની છે અને તેણીએ  FIRમાં કહ્યું છે કે વર્ષ 2003માં તેના લગ્ન ગ્વાલિયરમાં એક સૈનિક સાથે થયા હતા. લગ્ન વખતે તેણીની ઉંમર 19 વર્ષની હતી. લગ્ન કર્.ના થોડા દિવસો પછી પતિ બોર્ડર પર પોતાની ડયૂટી કરવા માટે ચાલ્યો ગયો હતો. તે વખતે પતિની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને જેઠે એક દિવસ તક જોઇને બળાત્કાર કર્યો હતો. પરણિતાએ વિરોધ કર્યો તો જેઠે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બદનામીના ડરથી પીડિતા ચૂપ રહી હતી. એ પછી જેઠ દરરોજ પરણિતાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો.

મહિલાએ પોલીસને કહ્યું હતું કે જયારે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે તેને આખી ઘટના વિશે વાત કરી હતી. પરંતુ પતિએ તો ભાઇની તરફેણ કરી. થોડા દિવસો પછી પતિ ફરી પોતાની ફરજ પર ગયો ત્યારે જેઠે ફરીવાર હવસનો શિકાર બનાવાવ માંડી હતી.

આખરે પીડિતાએ પોતે હિંમત ભેગી કરીને પોલીસને ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું અને 18 વર્ષ પછી તેણીએ જેઠ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહ્યું હતું કે પોલીસે ગુનો નોંધી લીધો છે અને તપાસ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp