26th January selfie contest

હોટેલના 1 રૂમમાં 2 મહિલાઓએ વીતાવી રાત અને થઈ ગયો પ્રેમ પછી...

PC: cnn.com

એક કંપની તરફથી બે મહિલાઓને એક ટ્રિપ પર મોકલવામાં આવી. આ ટ્રિપ દરમિયાન તેમણે હોટેલમાં પોતાનો રૂમ શેર કરવાનો હતો. એક રૂમમાં ટાઈમ સ્પેન્ડ કરવા દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. તેમની વચ્ચે પ્રેમનો એકરાર પણ થયો અને હાલમાં બંને મહિલાઓએ લગ્ન પણ કરી લીધા. હવે કપલે પોતાની સુંદર લવસ્ટોરી શેર કરી છે. સોલસ્ટ્રેંડમાં કપલનો પ્રેમ પરવાન ચડ્યો હતો. આ નોર્વેની સૌથી સુંદર હોટેલ્સમાંથી એક છે. દર વર્ષે, ઈડા સ્કીબેનેસની કંપની સોલેસ્ટ્રેંડથી થોડાં દિવસો માટે રિમોટ વર્કિંગ કરતી હતી. વર્ષ 2014માં પહેલીવાર કંપનીએ ઈડાને રિમોટ વર્કિંગ માટે મોકલી હતી. ખાસ વાત એ છે કે, તેમની સાથે હન્ના આરડન પણ સોલેસ્ટ્રેંડ જઈ રહી હતી. હન્ના, ઈડાની ટીમમેટ હતી.

ઈડાના કંપની જોઈન કર્યાના થોડાં સમય બાદ બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. ત્યારે ઈડા પરીણિત હતી અને રિલેશનશિપને લઈને ફોકસ્ડ હતી. જ્યારે, હન્ના સિંગલ પેરેન્ટ હતી. તેની દીકરી ભણવા માટે અમેરિકા શિફ્ટ થવાની હતી. પરંતુ, સમય વીતવાની સાથે પરિસ્થિતિ બદલાવા માંડી. ઈડાના છૂટાછેડા થઈ ગયા. હન્ના દીકરીના ગયા બાદ એકલી રહેવા માંડી હતી અને ઓફિસના મિત્રો સાથે વધુ ટાઈમ સ્પેન્ડ કરવા માંડી. હન્ના અને ઈડા એકબીજાની નજીક આવવા માંડ્યા.

હન્ના અને ઈડા એક જ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. તેઓ કલાકો સુધી પ્રોજેક્ટ પર કામ કરતા રહેતા હતા અને પછી સાથે ડિનર અને ડ્રિંક કરવા માંડ્યા. તે સમયને યાદ કરતા ઈડા અને હન્નાએ કહ્યું કે, અમે અજાણતા જ એકબજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ, ત્યાં સુધી ઈડાને નહોતું લાગતું કે હન્ના રિલેશનશિપ માટે તૈયાર છે. એવામાં ઈડાએ વિચાર્યું કે, સોલસ્ટ્રેંડ ટ્રિપ દરમિયાન તે બધુ ક્લિયર કરી દેશે. તે પણ ત્યારે જ્યારે સંયોગથી ઈડા અને હન્ના એક જ રૂમમાં રહેવાના હતા.

સોલસ્ટ્ર્રેંડની પહેલી રાત હતી. બંને પોતપોતાના બેડ પર સૂતા હતા. દરમિયાન હન્નાએ કહ્યું- હું જાણું છું કે આપણે બંને ગાઢ મિત્ર બની ગયા છીએ અને હું તને એક સાચા મિત્ર તરીકે પ્રેમ કરું છું. હન્નાએ તે ઘટનાને યાદ કરતા કહ્યું- પરંતુ જ્યારે તેને ફ્રેન્ડ કહી રહી હતી તે સમયે મને અનુભવ થયો કે અમારો સંબંધ તેના કરતા આગળ હતો. હન્નાની આ વાતને સાંભળીને ઈડા દંગ રહી ગઈ. ઈડાએ કહ્યું- અમે લોકોએ વાતચીત કરી, કિસ કરી અને પછી બંનેએ તે અંગે આગળ વાત કરવાનો નિર્ણય કરી લીધો.

ત્યારબાદ, ટ્રિપ પૂર્ણ થતા પહેલા બંનેએ એકબીજાને એક-એક કાર્ડ આપ્યો. કાર્ડમાં બંનેએ એકબીજા માટે પોતાની ફીલિંગ્સ વ્યક્ત કરી હતી. ધીમે-ધીમે બંને વધુ નજીક આવવા માંડ્યા. સોલસ્ટ્રેંડ ટ્રિપના છ મહિના બાદ બંને એક બીજી ટ્રિપ પર ગયા અને પાછા આવીને હન્નાએ રિલેશનશિપ વિશે દીકરીને જણાવ્યું. 2016માં હન્ના અને ઈડા સાથે શિફ્ટ થઈ ગયા. પછી બંનેએ લગ્નની વાત શરૂ કરી દીધી.

 
 
 
View this post on Instagram

A post shared by Ida Skibenes (@idaskibenes)

સોલસ્ટ્રેંડની પહેલી ટ્રિપના ત્રણ વર્ષ બાદ બંને ફરીથી એ જ જગ્યાએ પહોંચ્યા અને અહીં કંપનીના લોકો સામે ઈડાએ હન્નાને પ્રપોઝ કર્યું. પછી બંનેએ વર્ષ 2022માં લગ્ન કરી લીધા. હન્ના અને ઈડા હવે સાથે કામ નથી કરતા. થોડાં વર્ષો પહેલા જ ઈડાએ કંપની છોડી દીધી હતી. કંપની તરફથી કપલને સોલસ્ટ્રેંડની ફ્રી ટ્રિપ ગિફ્ટ કરવામાં આવી હતી. કપલ ઈચ્છતું હતું કે, લગ્નની 50મી એનિવર્સરી આ જ હોટેલમાં ઉજવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp