26th January selfie contest

પુત્રવધૂના ગુપ્તાંગ પર લોખંડનો ગરમ સળિયો નાખ્યો, ગળુ દબાવીને હત્યા કરી નાખી

PC: aajtak.in

ઝારખંડમાં એક પરણિત મહિલા પર સાસરીયાએ જે ઘાતકી જૂલમ કર્યો છે તે વાંચીને તમને થશે કે આજના જમાનામાં પણ હજુ રાક્ષસો જીવે છે. દહેજ લાલચૂઓએ પોતાની પુત્રવધૂના ગુપ્તાંગ પર ગરમ સળિયો મુકી દીધો હતો એટલું જ નહી, પરંતુ તેનું ગળું દબાવીને હત્યા પણ કરી નાંખી. કયાં સુધી દહેજના ખપ્પરમાં યુવતીઓ હોમાતી રહેશે એ એક મોટો સવાલ છે.

ઝારખંડના રામગઢમાં પુત્રવધૂની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે દહેજ ન મળવાને કારણે સાસરિયાઓએ પોતાની પુત્રવધૂના ગુપ્તાંગ અને જાંઘ પર ગરમ લોખંડના સળિયાથી દઝાડી હતી.આ પછી પણ જ્યારે તેમને સંતોષ ન થયો તો તેણીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ઘટનાની જાણકારી મળતા જ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસે આ કેસમાં ચાર લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. પોલીસ હવે આરોપીઓને પકડવા માટે સ્થળે સ્થળે દરોડા પાડી રહી છે. આ ઘટના કુજ્જુ ઓપીની અરાહ કોલોનીમાં બની હતી.

યુવતીના પરિવારનો આરોપ છે કે તેમની 19 વર્ષની પુત્રી રૂબિયાને દહેજની લાલચમાં તેના પતિ કુર્બન અંસારી, સસરા મોહમ્મદસુલતાન, દિયર મોહમ્મદ નિઝામ અને તેની માસી સાસુ હમઝા ખાતૂને સાથે મળીને હત્યા કરી છે.

છોકરીના પરિવારજનોનો દાવો છે કે  જયારે રૂબિયાના મૃતદેહને દફનાવતા પહેલાં સ્નાન  કરાવતી વખતે તેણીના શરીર પર ઇજાના નિશાન દેખાયા હતા તે પછી રૂબિયાની ઘાતકી હત્યાનો પર્દાફાશ થયો હતો.

પોલિસે જણાવ્યું કે ચતરના સિમરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી મોહમ્મદ અફઝલ અન્સારીએ તેની પુત્રી રૂબિયા (રાણી)ના લગ્ન રામગઢના કુજ્જુ ઓપી વિસ્તારના મોહમ્મદ સાથે 21 નવેમ્બર 2021ના રોજ લગ્ન થયા હતા. સંબંધીઓએ જણાવ્યું કે તેઓએ તેમની સ્થિતિ અનુસાર દહેજ પણ આપ્યું હતું, પરંતુ સાસરિયાઓએ વધુ દહેજના લોભમાં પુત્રીની હત્યા કરી હતી.

અફઝલ અંસારી અને તેનો ભાઈ 1 લાખ રૂપિયા રોકડા, બાઇકની માંગણી કરી રહ્યા હતા, પોલીસે જણાવ્યું કે રૂબિયાએ તાજેતરમાં ફોન કરીને જણાવ્યું હતું કે તેના પતિ અને સાસરિયાઓ 1 લાખ રૂપિયા, બાઇક અને કુલરની માંગ કરી રહ્યા છે. આ માંગ માટે તેઓ તેને હેરાન પણ કરતા રહે છે. તેણે ફોન પર કહ્યું હતું કે આ વસ્તુઓ સાસરિયાઓને આપી દો, નહીંતર આ લોકો તેની સાથે કંઈ પણ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp