વિજ્ઞાનનો ચમત્કાર, પહેલીવાર મૃત મહિલાના ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટથી બાળકીનો જન્મ

PC: dainikbhaskar.com

તબીબી ઇતિહાસમાં પહેલીવાર મૃતદેહના ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ પછી માતાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. બ્રાઝિલમાં આ કામગીરી બે વર્ષ પહેલાં કરવામાં આવી હતી પરંતુ આ સમાચાર હવે બહાર આવ્યા છે. લેન્સેટ જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં જણાવાયું છે કે હવે યુટ્રસની સમસ્યા સાથે કરી સંઘર્ષ કરતી સ્ત્રીઓને આ નવા સંશોધનથી ઘણી મદદ મળશે.

2016માં જન્મી હતી બાળકી
યુટ્રસ ટ્રાન્સપ્લાન્ટ પછી માતાએ સપ્ટેમ્બર 2016માં બાળકીને જન્મ આપ્યો હતો. અત્યાર સુધી યુટ્રસની મુશ્કેલી સામે લડી રહેલી મહિલાઓ પાસે દત્તક લેવાનો અને સરોગેટ માતા બનવાનો જ વિકલ્પ હતો પણ હવે આ નવા સંશોધનથી માતા ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરીને પણ માતા બની શકશે. 2013માં સ્વીડનમાં પહેલીવાર જીવિત મહિલામાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી 10 વખત આ પદ્ધતિ અપનાવવામાં આવી છે. જીવંત સ્ત્રીમાંથી ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ખૂબ અઘરું કામ છે. તેથી ડોક્ટરો એવી પ્રક્રિયાની શોધ કરી રહ્યા હતા જેમાં મૃત મહિલાનું ગર્ભાશય ઉપયોગમાં લઈ શકાય.

બ્રાઝિલમાં સફળ ઓપરેશન પહેલા યુએસ, ઝેક રિપબ્લિક અને તુર્કીમાં મૃત મહિલાના ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ માટે 10 પ્રયત્નો કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો અનુસાર, વંધ્યત્વ 10-15% સાંધાને અસર કરે છે. 500 માંથી એક મહિલાને ગર્ભાશયની અલગ રચના, હિસ્ટરેકટોમી અને ચેપ થાય છે. જેના કારણે તેને ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. સાઓ પાઉલો યુનિવર્સિટીના ડો. એજેનબર્ગના જણાવ્યા મુજબ, 'અમારા પરિણામો દર્શાવે છે કે નવો વિકલ્પ વંધ્યત્વ સાથે સંઘર્ષ કરતી સ્ત્રીઓ માટે ખૂબ મદદરૂપ પુરવાર થઈ શકે છે.'

મર્યા બાદ ઘણાં લોકો અંગદાન કરવા માંગે છે
ડો. એજેનબર્ગના જણાવ્યા મુજબ મૃત્યુ પછી ઘણા લોકો તેમના અંગનું દાન કરવા માંગે છે. 32 વર્ષની જે મહિલામાં ગર્ભાશય રોપવામાં આવ્યું તે એક દુર્લભ રોગથી પીડાતી હતી. ગર્ભાશય આપનારી 45 વર્ષની મહિલાનું સ્ટ્રોકના કારણે મૃત્યુ થયું હતું. 10 કલાકની અંદર મૃત ગર્ભાશયમાંથી ગર્ભાશયને નિકાળી તેને બીજી સ્ત્રીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. શરીર નવા અંગને નકારી ન દે તે માટે એન્ટિ-માઇક્રોબાયલ્સ, એન્ટિ-બ્લડ ક્લોટિંગ સારવાર સહિત 5 વિવિધ દવાઓ પણ આપવામાં આવી હતી. 5 મહિના પછી શરીર દ્વારા ગર્ભાશયને શરીર દ્વારા સ્વીકાર ન કરવાનો કોઈ સંકેત ન મળતા મહિલાનું માસિક ચક્ર નિયમિત મળ્યું. ટ્રાન્સપ્લાન્ટના 7 મહિના પછી ફળદ્રુપ ઇંડા રોપવામાં આવ્યા. 10 દિવસ ડોક્ટરોએ તેણીની ગર્ભધારણ કરવા માટે સૂચના આપી. 32 અઠવાડિયા સુધી પ્રેગ્નેન્સી નોર્મલ હતી. 36મા અઠવાડિયાએ સ્ત્રીએ સીઝરિયન દ્વારા 2.5 કિલોગ્રામ વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp