મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે આ યૂરિનેશન ડિવાઈસ, બચાવશે ઈન્ફેક્શનથી

PC: fastmed.com

મહિલાઓ જ્યારે પોતાના ઘરની બહાર નીકળે છે, ત્યારે સૌથી મોટી સમસ્યા યૂરિનેશનની થાય છે. આવુ એટલા માટે કારણ કે, તેમને બાથરૂમ નથી મળતુ, તો ઘણીવાર એવા બાથરૂમ મળે થે, જ્યાંથી તે ઈન્ફેક્શન સાથે લઈને આવે છે. આવામાં ઘણીવાર ફિમેલ્સે કલાકો સુધી પોતાના પ્રેશને રોકી રાખવુ પડે છે. જેને કારણે ઘણીવાર અન્ય બીમારીઓનો ભોગ બનવુ પડતુ હોય છે. મહિલાઓની આ સમસ્યાને જોતા હવે માર્કેટમાં એવા યૂરિનેશન ડિવાઈસ આવી ગયા છે, જે તેમને ઈન્ફેક્શનથી તો બચાવશે જ, સાથોસાથ તેમને બાથરૂમ ન મળે તો યૂરીન કરવાનો આપ્શન પણ આપશે.

પોર્ટેબલ યૂરિનલ ટૂલ

આ યાદીમાં પહેલુ છે પોર્ટેબલ યૂરિનલ ટૂલ. તેનો ઉપયોગ કરીને મહિલાઓ પણ પુરુષોની જેમ જ યૂરીન પાસ કરી શકે છે. જીન્સ અથવા પેન્ટ પહેરનારી મહિલાઓ માટે તે ખૂબ જ ઉપયોગી છે. તેને પર્સમાં રાખી શકાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને યૂઝ કરી શકાય છે.

આ યૂરિનલ ટૂલ હાઈજીનિક હોવાની સાથે જ ખૂબ જ કન્ફર્ટેબલી હેન્ડલ કરી શકાય છે. તે સિલિકોનમાં પણ ઉપલબ્ધ છે અને પેપર ફોર્મમાં પણ. સિલિકોનને રીયૂઝ કરી શકાય છે, જ્યારે પેપરવાળુ ટૂલ ડિસ્પોઝેબલ હોય છે.

ટોઈલેટ સીટ કવર

વેસ્ટર્ન ટોયલેટથી ઈન્ફેક્શનનુ જોખમ સૌથી વધુ મહિલાઓને હોય છે. પબ્લિક ટોયલેટ યૂઝ કરવા પર સૌથી વધુ યૂરિન તેમજ વજાઈનલ ઈન્ફેક્શનનુ જોખમ ફીમેલ્સને જ હોય છે. હવે, આ વાતથી ગભરાવાની જરૂર નથી, કારણ કે હવે ટોયલેટ સીટ કવર તમને તેનાથી બચાવશે. આ સીટ કવરને તમે સીટ પર લગાવીને તમે ગભરાયા વિના ટોયલેટનો યૂઝ કરી શકો છો. તે સરળતાથી પર્સમાં રાખી શકાય છે. ખાસ વાત એ છે કે, તે 100 ટકા બાયોડિગ્રેડેબલ છે અને ફ્લેશબલ પણ છે.

પી સેફ સીટ સેનેટાઈઝર સ્પ્રે

પી સેફ સીટ સેનેટાઈઝર સ્પ્રે એવુ સેનેટાઈઝર સ્પ્રે છે, જેને ખાસ કરીને ટાયલેટના વિષાણુઓને મારવા માટે બનાવવામાં આવ્યુ છે. પબ્લિક ટોયલેટ પર તેને સ્પ્રે કર્યા બાદ ટોયલેટનો યૂઝ કરી શકાય છે. તે સરળતાથી પર્સમાં આવી જાય છે અને ખૂબ જ સસ્તુ પણ છે. તેને સ્પ્રે કર્યા બાદ ઈન્ફેક્શનનુ કોઈ ટેન્શન રહેતુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp