રાત્રે પરોઠા વેચીને દિવસે Ph.Dનો અભ્યાસ કરી રહી છે આ સ્ટુડન્ટ

PC: jagran.com

કેરળમાં તિરૂવનંતપુરમાં ટેક્નોપાર્ક એરિયામાં એક પરોઠાની દુકાન છે. આ આલુ પરોઠાની દુકાન પોતાના ટેસ્ટ અને સર્વિસને કારણે અને તેને ચલાનાર કપલને કારણે પણ પ્રખ્યાત છે. પતિ પ્રેમશંકર મંડળ અને પત્ની સ્નેહા લિંબગાવકર આ દુકાનને ચલાવે છે.

સ્નેહા કેરળ યુનિવર્સિટીમાંથી Ph.D કરી રહી છે અને પ્રેમશંકર CAG ડિપાર્ટમેન્ટની નોકરી છોડીને સ્નેહાનો સાથ આપી રહ્યો છે, જેથી તે તેનો અભ્યાસ પૂરો કરી શકે છે.

પોતાનો અભ્યાસ પૂરો કરીને જર્મનીમાં રહેવાનું સપનું જોતી સ્નેહા કોલેજથી પાછાં આવ્યા બાદ સીધી દુકાન પર આવે છે અને પતિને મદદ કરે છે. દુકાન પર પરોઠાની સાથે સાથે ઢોસા અને આમલેટ પણ બને છે. તે બંનેની મુલાકાત ઓરકુટ પર થઈ હતી અને ત્યારબાદ તેમણે એકબીજાની સાથે રહેવાનું વિચારી લીધું. પણ સમસ્યા એ હતી કે પ્રેમશંકર ઝારખંડમાં રહેતો હતો અને સ્નેહા મહારાષ્ટ્રની હતી. બંનેના પરિવાર આ લગ્ન માટે રાજી થતા નહોતા. તેમણે પરિવારને ખૂબ મનાવ્યા પણ તેઓ લગ્ન માટે રાજી થયા નહીં. છેલ્લે તે બંનેએ પરિવારની મરજીની વિરુદ્ધ લગ્ન કરી લીધા. પ્રેમ શંકર આ સમયે દિલ્હીમાં નોકરી કરતો હતો. સ્નેહાનું મન અભ્યાસમાં હતું આથી તે Ph.Dની તૈયારી કરતી હતી.

સ્નેહાને કેરળ યુનિવર્સિટીમાંથી સ્કોલરશીપ મળી ગઈ હતી પણ જ્યારે સ્કોલરશીપના પૈસા પૂરા થઈ ગયા તો પ્રેમે પરોઠાની દુકાન શરૂ કરી દીધી, જેથી સ્નેહાના અભ્યાસમાં મુશ્કેલી ન આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp