26th January selfie contest

આઈસક્રીમ-મીઠાઈ ખાઈને એક બાળકની માતાએ આવી રીતે ઘટાડ્યું 40 કિલો વજન

PC: aajtak.in

વજન ઓછું કરવા માટે તમારે ઓછું ખાવાની જરૂર નથી પરંતુ યોગ્ય ખાવાનું ખાવાની જરૂર છે. આ વાત અકદમ સાચી છે. ઘણા લોકો વજન ઓછું કરવા માટે ખાવા-પીવાનું છોડી દે છે કારણ કે તેમનું માનવું છે કે વજન ઓછું કરવા માટે ખાવાનું છોડવાની જરૂર હોય છે. પરંતુ એવું નથી. જો કોઈ વજન ઓછું કરવા માંગતું હોય તો તેણે બેલેન્સ અને હેલ્ધી ડાયેટ ખાવું પડે છે, જેમાં પ્રોટીન, કાર્બ, હેલ્ધી ફેટ યોગ્ય માત્રામાં હોય અને ડાયેટ વિટામિન, મિનરલ, એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર હોય. આજે એક એવી જ મહિલાની વજન ઓછું કરવાની જર્ની અંગે વાત કરશું જેણે બેલેન્સ ડાયેટ અને વર્કઆઉટથી પોતાનું વજન 40 કિલો સુધી ઘટાડ્યું છે.

આ મહિલાનું નામ દીપા સોની છે, તેની ઉંમર 39 વર્ષ છે તે દિલ્હીની એક કંપનીમાં એકાઉન્ટ અને સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે. તેણે પોતાની વેઈટ લોસ જર્ની અંગે વાત કરતા કહ્યું હતું કે હું પહેલાથી જ ચબી ગર્લ તરીકે રહેતી હતી. હું સ્પોર્ટ્સપર્સન હતી અને જૂડો મારી પસંદગીની ગેમ છે. પરંતુ આ રમતોમાં મને ક્યારેય મારા વજનને લઈને મુશ્કેલી આવી નથી આથી મેં વજન ઓછું કરવા અંગે ક્યારેય વિચાર્યું ન હતું. હું દિલ્હીમાં જોબ કરતી હતી અને 2009માં મારા લગ્ન થયા હતા.

તેના પછી એક બાળકીવે જન્મ આપ્યા બાદ મારું વજન 100 કિલો સુધી પહોંચી ગયું હતું. જોકે વધતા વજનને ઓછું કરવા માટે ઓનલાઈન ઘણા ડાયેટ ફોલો કર્યા હતા, જેનાથી મારું વજન 5 કિલો સુધી ઓછું થયું હતું પરંતુ 95 કિલો વજન પણ વધારે હોવાના લીધે મને ઘણા હેલ્થ ઈસ્યુ થવા લાગ્યા હતા. મને કમરમાં દુખાવાથી લઈને ઘુંટણમાં પણ દુખાવો થવા લાગ્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Shark who lifts🏋️ (@nikki271283)

જ્યારે મેં ડોક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું કે મને આર્થરાઈટ્સની શરૂઆત છે માટે મારે વજન ઓછું કરવું પડશે. 2012થી મેં વર્કઆઉટની સાથે ઘણા ડાયેટ ફોલો કરીને વજનને 75 કિલો સુધી લઈ આવી પરંતુ ચરબીમાં ઘટાડો થયો ન હતો. આથી મેં પર્સનલ ટ્રેનર હાયર કર્યો અને તેના વર્કઆઉટ પ્લાન ફોલો કરવાથી 3 મહિનામાં બીજું 11 કિલો વજન ઓછું કર્યું હતું. તે સમયે મારી ચરબીમાં પણ ઘણો ઘટાડો જોવા મળ્યો હતો.

હવે મારું વજન 60 કિલો છે. હું દિવસમાં 4 વખત ખાઉં છું. જેમાં બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ અને ડિનર સામેલ છે. તે હવે તેને જે ખાવું હોય તે ખાય છે પરંતુ ખાતી વખતે કેલરીનું  બેલેન્સ કરતી જોવા મળે છે. ઘરના કામ કરવાની સાથે તે જીમમાં પણ વર્કઆઉટ માટે રોજ જાય છે.જો તમારે પણ વજન ઓછું કરવું હોય તો જે ખાવું હોય તે ખાઓ પરંતુ કેલરીનું ધ્યાન રાખીને ખાવું જોઈએ. તેની સાથે ફિઝીકલ એક્ટિવીટી પણ કરવી જરૂરી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp