આ મહિલા મૂછ કપાવતી નથી, કારણ પણ જણાવ્યું

PC: bbc.com

સમાજમાં લોકોએ આવા ઘણા નિયમો અને કાયદાઓ બનાવ્યા છે કે, જેમાં લોકોને તેના બંધનમાં બંધાઈને રહેવું પડે છે. જેઓ આ બંધનને નથી માનતા, લોકો તેમને અજબ-ગજબના અથવા વિચિત્ર માનવા લાગે છે. આ જ પ્રકારના નિયમો મહિલાઓની સુંદરતા સાથે પણ જોડાયેલા છે. વર્ષોથી લોકો એ માનતા આવ્યા છે કે, માત્ર ગોરી સ્ત્રીઓ જ સુંદર હોય છે, તેમની ભ્રમર, વાળ, ચહેરાના વાળ બધું જ સેટ હોવું જોઈએ, તેમનું વજન ઓછું હોવું જોઈએ અથવા તો તેમણે 'શરમ' નામનું કપડું ઓઢી રાખવું જોઈએ. પરંતુ લોકો એ ભૂલી જાય છે કે સ્ત્રીઓ પણ માનવ છે અને તેઓને પણ પોતે જેવા છે તેવા જ રહેવાનો અધિકાર છે. તાજેતરમાં જ આ હકીકત સાબિત કરી છે કેરળની એક મહિલાએ, જે પોતાના ચહેરાના વાળને બતાવે છે, અને તેણે ગર્વથી મૂછ જાળવી રાખી છે.

કેરળના કન્નુર જિલ્લાની રહેવાસી 35 વર્ષની શ્યાજા આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. ખરેખર, શાયજાને મૂછો રાખવી ગમે છે. ઘણી સ્ત્રીઓની જેમ, તેના ઉપલા હોઠ પર વાળની વૃદ્ધિ ખૂબ વધારે છે. આટલું જ નહીં, તેમની આઈબ્રો અને ચહેરાના અન્ય વાળ પણ ઝડપથી વધે છે. શાયજાએ આ રીતે પોતાની જાતને અપનાવી લીધી છે અને હવે તે પોતાના વાળ સાફ કરતી નથી. પણ પોતાની જાતને અપનાવવાનું આ કૌશલ્ય તેણે એટલી સરળતાથી નથી શીખ્યું.

જે લોકો તેને પહેલીવાર જોતા હોય, તેઓ ચોક્કસપણે પૂછે છે કે શા માટે શાયજા તેના વાળ સાફ નથી કરતી. શાયજાએ કહ્યું કે, તેને તેના આ વાળ ગમે છે અને તેણે પોતાને આ રીતે અપનાવી લીધી છે. પહેલા તે હંમેશા તેના ચહેરાના વાળ સાફ કરાવતી હતી પરંતુ અચાનક 5 વર્ષ પહેલા તેને લાગ્યું કે હવે તેણે તેના વાળ સાફ કરવાની જરૂર નથી. જ્યારે તેના વાળ વધારે ઘટ્ટ થવા લાગ્યા ત્યારે શાયજાએ વાળને સંપૂર્ણપણે સાફ કરવાનું બંધ કરી દીધું.

અહીં તમને બતાવી દઈએ કે, શાયજા એવી પહેલી મહિલા નથી કે જેને તેના ચહેરાના વાળ પસંદ હોય. ઈંગ્લેન્ડમાં રહેતી 31 વર્ષની હરનામ કૌર પણ આ જ રેસમાં છે અને હવે તે સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 1 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં હરનામે તેના જીવન વિશે ખુલ્લેઆમ વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે તેને તેની દાઢીને કારણે સમસ્યા થાય છે. જ્યારે હરનામ 11 વર્ષની હતી ત્યારે તેની ગરદન અને દાઢી પર વાળ આવવા લાગ્યા હતા. જ્યારે તેની માતા તેને 12 વર્ષની ઉંમરે ડોક્ટર પાસે લઈ ગઈ ત્યારે જાણવા મળ્યું કે તેને પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ છે. તેના વાળનો ગ્રોથ ખૂબ જ વધારે હતો, જેના કારણે તેણે ફરી ક્યારેય વાળ ન કાપવાનો નિર્ણય કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp