ઉત્તર પ્રદેશમાં 3 વર્ષની માસૂમની રેપ પછી હત્યા, 20 દિવસમાં ત્રીજી ઘટના

PC: ndtvimg.com

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ત્રણ વર્ષની બાળકીનું શવ ગુરુવારે શેરડીના ખેતરમાં મળી આવ્યું. પોલીસે શુક્રવારે કહ્યું કે, બાળકી સાથે રેપ થયા પછી તેનું ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. લખીમપુર ખીરીમાં બળાત્કારનો આ 20 દિવસમાં ત્રીજો મામલો છે. બાળકી બુધવારથી ગુમ હતી. ગામની પાસે તેનું શવ મળ્યું છે. માથા પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. બાળકીના પિતાએ પોતાની ફરિયાદમાં ગામમાં રહેનારા લેખરામ પર આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે જૂની દુશ્મનીના લીધે તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું અને તેની હત્યા કરી દેવામાં આવી.

પોલીસે ગુરુવારે આને હત્યાની ઘટના જણાવી હતી. પોલીસે કહ્યું છે કે, ઓટોપ્સીમાં સેક્સ્યુઅલ અસોલ્ટની પુષ્ટિ થઇ છે. આરોપીને પકડવા માટે પોલીસે 4 ટીમો બનાવી છે. એન્કાઉન્ટરમાં શુક્રવારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

ઉત્તર પ્રદેશનો લખીમપુર જિલ્લો તે સમયે ચર્ચાનો વિષય બન્યો હતો જ્યારે ઘરેથી સ્કોલરશીપનું ફોર્મ ભરવા નિકળેલી 17 વર્ષીય કિશોરીનું શવ ગામની બહારથી મળી આવ્યું હતું. કથિત પણે તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો અને ત્યાર પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી. કિશોરીનું વિકૃત શવ ગામથી લગભગ 200 મીટર દૂર એક સૂકા તળાવની પાસેથી મળ્યું હતું.

આ પહેલા લખીમપુર ખીરીમાંથી જ એક 13 વર્ષીય બાળકીના રેપ અને હત્યાનો મામલો સામે આવ્યો હતો. પોલીસનું કહેવું હતું કે છોકરી બપોરે ખેતરમાં ગઇ હતી અને જ્યારે તે પાછી ફરી નહીં તો પરિવારે તેની શોધ શરૂ કરી. શેરડીના ખેતરમાં તેનું શવ મળી આવ્યું હતું.

આ ઘટનાઓને લઇ લોકોમાં આક્રોશ છે. તેની સાથે જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પણ રાજ્યમાં બગડી રહેલી કાયદાકીય વ્યવસ્થા માટે યોગી આદિત્યનાથ સરકાર પર હુમલો કરી રહી છે.

ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂઅ ટ્વીટ કર્યું કે, લખીમપુર ખીરીમાં બાળકીઓ સાથે બળાત્કાર-હત્યાની ઘટનાઓ થંભી રહી નથી. ગઈકાલે વધુ એક બાળકીની હત્યા કરી દેવામાં આવી,કૌશાંબીમાં એક માસૂમની હત્યા અને રેપ. આટલી ઘટનાઓ પછી પણ તથાકથિત સખ્ત મુખ્યમંત્રીએ જિલ્લાના આલાધિકારીઓની જવાબદારી નક્કી કરી નથી. દમ તોડતી વ્યવસ્થા, લાચાર મુખ્યમંત્રી.

20 દિવસમાં હત્યાની આ ત્રીજી ઘટનાથી લખીમપુર ખીરીમાં ખૌફનો માહોલ છે. ત્રણેય ઘટનાઓમાં આરોપીઓએ એક જ રીતે ગુનાને અંજામ આપ્યું છે. પહેલા બાળકીઓ ઘરેથી ગુમ થઇ પછી બીજા દિવસે તેમનું શવ શેરડીના ખેતરમાં કે ઘરની બહાર મળી આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp