બાળકના દિમાગ પર ખરાબ અસર કરે છે કેમિકલથી તૈયાર થયેલા રમકડા, રીપોર્ટમાં દાવો

PC: molekule.science

પ્લાસ્ટિકના રમકડા અને ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સમાં રહેલું ઝેરી રસાયણ બાળકના દિમાગના વિકાસ માટે જોખમી પુરવાર થઈ શકે છે. એક અભ્યાસમાંથી સંશોધકોએ એવો દાવો કર્યો છે કે, તે બાળકને વિકાસને અટકાવે છે. ઓર્ગેનોફોસ્ફેટ એસ્ટરનો પ્રયોગ અનેક પ્રકારના ઉત્પાદનમાં થાય છે. જે ઉત્પાદનને ફાયરપ્રુફ બનાવવા માટે થાય છે. જેના સંપર્કમાં આવવાથી બાળકનો આઈક્યુ લેવલ, એકાગ્રતા અને મેમરી પર માઠી અસર થાય છે.

આ કેમિકલનો ઉપયોગ અનેક પ્રકારના રમકડા, સ્માર્ટફોન, પુશચેર, ગાદલા અને અનેક પ્રકારના ફર્નિચરમાં થાય છે. આ કેમિકલ લોકોમાં કેન્સર અને ફર્ટિલિટી સંબંધીત સમસ્યાઓનો વધારો કરી શકે છે. કેરોલિન યુનિવર્સિટીના ડૉ. હીથર પૈટિસોલે અનુસાર ટીવીથી લઈને કારની સીટ સુધી દરેક વસ્તુમાં ઓર્ગેનોફોસ્ફેટ એસ્ટરનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે છે. પછી કહે છે કે એ સુરક્ષિત છે પણ એવું હોતુ નથી. ઓર્ગેનોફોસ્ફેટ એસ્ટર દરેક ઉંમરના લોકો માટે દિમાગના વિકાસ માટે જોખમી છે. જો આના ઉપયોગ પર નિયંત્રણ મૂકવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર પરિણામ આવી શકે છે. આનો ઉપયોગ અનેક વસ્તુઓમાં ફાયર સેફ્ટિ રેગ્યુલેશનના નામ પર કરી દેવામાં આવે છે. એક અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાતુ OPES હાથ અથવા ફેસના માધ્યમથી કોઈ પણ વ્યક્તિના શરીરમાં ટ્રાંસફર થઈ શકે છે.

એક અભ્યાસ અનુસાર OPES બ્રેસ્ટમિલ્કમાં હોય છે. આનો અર્થ સ્પષ્ટ છે કે, આ બ્રેસ્ટમિલ્કના માધ્યમથી સીધા જ નવજાત શિશુના શરીરમાં તે ટ્રાંસફર થઈ જાય છે. જર્નલ એનવારોમેન્ટ હેલ્થમાં પ્રકાશિત આ શોધમાં એવું કહેવામાં આવ્યું છે કે, ટૂંક જ સમયમાં OPESના ઉત્પાદનને ઉપયોગમાં લેતા બંધ કરી દેવા જોઈએ. આ શોધની જરૂર એ સમયે પડી જ્યારે ઓનલાઈન પોર્ટલ પર વેચાનારા અડધાથી વધારે રમકડાં બાળકો માટે હાનિકારક હોવાનું પુરવાર થયું છે. જોકે, પ્લાસ્ટિકના રમકડાં રમવા દેવામાં આવે તો બાળકને પણ નુકસાન થાય છે. ખાસ કરીને પ્લાસ્ટિક મોઢામાં નાંખે તો ગંદા અને હાનિકારક કેમિકલ શરીરમાં ઘુસી શકે એમ છે. સામાન્ય રીતે પોચા અને દેખાવમાં આકર્ષક લાગતા રમકડાંમાં વત્તા ઓછા અંશે આ કેમિકલનો ઉપયોગ હોય છે. જેથી નિષ્ણાંતો પ્લાસ્ટિકના રમકડાંથી રમવાની ના પાડે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp