પહેલીવાર અંતરિક્ષમાં માત્ર મહિલાઓ કરશે સ્પેસવોક

PC: purewow.net

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી પહેલીવાર બે મહિલા એસ્ટ્રોનૉટ્સ સ્પેસવોક કરશે. આ સ્પેસવોક 29 માર્ચે થશે. નાસાએ પણ તેની પુષ્ટિ કરી છે. જે બે એસ્ટ્રોનૉટ્સે સ્પેસવોકમાં ભાગ લેવાનો છે, તેમાંથી એક એન મેક્ક્લેન (59) અને ક્રિસ્ટીના કોશ છે. તે બંનેને ગાઈડન્સ અને સપોર્ટ કેનેડા સ્પેસ એજન્સી ફ્લાઈટ કંટ્રોલર ક્રિસ્ટન ફેસિઓલ આપશે. ક્રિસ્ટન ટૂંક સમયમાં જ નાસાના હ્યૂસ્ટન સ્થિત જોનસન સ્પેસ સેન્ટરમાં જોઈન કરશે.

આ અંગે નાસાની પ્રવક્તા સ્ટીફેની શીયરહોલ્ઝે જણાવ્યુ હતુ કે, અત્યારસુધીના શિડ્યુલ અનુસાર 29 માર્ચે સ્પેસવોક કરવામાં આવશે. આવું પહેલીવાર છે કે સ્પેસવોકમાં તમામ એસ્ટ્રોનૉટ્સ મહિલાઓ જ હશે. એન 22 માર્ચે નિક હેગની સાથે એક સ્પેસવોકમાં ભાગ લેશે. મહિલા સ્પેસવોકર્સ ઉપરાંત, લીડ ફ્લાઈટ ડિરેક્ટર મેરી લોરેન્સ અને જેકી કેગ ફ્લાઈટ કંટ્રોલર હશે. મેક્કલેન અને કોશનું આ સ્પેસવોક 7 કલાકનું રહેશે.

નાસાનું કહેવુ છે કે, સ્પેસવોક ઘણા કારણોસર કરવામાં આવે છે, જેમાં એરક્રાફ્ટ્સનું રિપેરિંગ, વૈજ્ઞાનિક પ્રયોગ કે પછી નવા ઉપકરણોનું પરિક્ષણ હોય છે. અંતરિક્ષમાં રહેલા બગડેલા સેટેલાઈટ કે પછી સ્પેસક્રાફ્ટ્સને ધરતી પર લાવવાને બદલે તેને ત્યાં જ રિપેર કરવા માટે સ્પેસવોક કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp