UAEમાં વિદેશીઓ સાથે લગ્ન કરનારી મહિલા માટે લેવાયો મોટો નિર્ણય, થઈ રહ્યા છે વખાણ

PC: encrypted-tbn0.gstatic.com

ખાડી દેશ સંયુક્ત આરબ અમીરાતે મહિલાઓના સશક્તિકરણને લઈને એક મોટું પગલું લીધુ છે. UAEમાં અત્યારસુધી વિદેશીઓ સાથે લગ્ન કરનારી મહિલાઓના બાળકોને UAEના અન્ય નાગરિકો સમાન સુવિધાઓ મળતી નહોતી પરંતુ, હવે UAEએ મહિલાઓને આ અધિકાર આપ્યો છે. UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને વિદેશીઓ સાથે લગ્ન કરનારી મહિલાઓના બાળકોને UAEના અન્ય નાગરિકોની જેમ જ શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ આપવાનો નિર્ણય કર્યો છે. UAEની સરકારી સમાચાર એજન્સી WAMએ જાણકારી આપી છે કે, UAEએ વિદેશીઓ સાથે લગ્ન કરનારી મહિલા નાગરિકોના બાળકોને સામાન્ય નાગરિકોની જેમ જ સુવિધાઓ આપવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે.

પહેલા આ અધિકાર માત્ર UAEના પુરુષોને જ હતો. UAEના પુરુષ જો કોઈ વિદેશી મહિલા સાથે લગ્ન કરે, તો પણ તેમના બાળકો પાસેથી કોઈપણ પ્રકારના નાગરિક અધિકાર છીનવવામાં આવતા નહોતા. તેમને સામાન્ય UAEના નાગરિકોની જેમ જ એ તમામ સુવિધાઓ મળતી હતી જે UAEના અન્ય નાગરિકોને મળે છે. પરંતુ, મહિલાઓને આ અધિકાર નહોતો જેને લઈને UAEની ટીકા કરવામાં આવતી હતી. UAEના ઉપ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મામલાનું મંત્રાલય નવા જાહેર કરવામાં આવેલા પ્રસ્તાવને લાગૂ કરવાનું કામ કરશે. રાષ્ટ્રપતિ મામલાના મંત્રી પ્રસ્તાવના નિયમોને લાગૂ કરવા માટે તમામ સ્થાનિક સરકારો અને કેન્દ્રીય સરકારને જરૂરી સહાયતા ઉપલબ્ધતા કરાવશે.

UAE સરકારના આ નિર્ણયના લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે કે તે UAEની મહિલાઓના બાળકોનો મૌલિક અધિકાર છે. ફૈઝલ પાશા નામના એક ટ્વીટર યુઝરે લખ્યું, સારો નિર્ણય, હવે બાળકો પોતાની માતા સાથે સારા સંબંધો રાખતા પોતાના અધિકારો પણ મેળવી શકશે. આ તેમનો મૌલિક અધિકાર છે.

રોબિનસન એક્કા નામના એક યુઝરે લખ્યું, સારો નિર્ણય છે પરંતુ આ નિર્ણય તો ખૂબ જ પહેલા લેવાવો જોઈતો હતો. ભલે મોડી તો મોડીથી, નિર્ણય તો લેવામાં આવ્યો. ગોલ્ડ લીફ નામના એક યુઝરે લખ્યું, વાહ, 21મી સદીમાં તમારું સ્વાગત છે.

એક અન્ય યુઝર ગોસ્પેલે લખ્યું, સમગ્ર વિશ્વમાં અમારી પાસે સૌથી સારા નેતા છે. Kite નામના એક યુઝરે લખ્યું, ખૂબ જ ઉદાર નિર્ણય. સારા ભવિષ્ય માટે આ સારા સંકેત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp