બાળકો માટેની USની વેક્સીનને લઇ ત્યાંના વાલીઓના સવાલ, ભારત માટે શા માટે મહત્વના?

PC: NBCnews.como

કોરોના વાયરસની ત્રીજી લહેર બાળકો પર અસર કરશે એવી આશંકા ભારતમાં વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકામાં બાળકોને આપવામાં આવી રહેલી વેક્સીન અંગે ત્યાંના વાલીઓએ પ્રશ્નો ઊઠાવી ચિંતા વધારી છે. બાળકોને વેક્સીન આપ્યા બાદ એના પર લાંબેગાળે થતી અસર તથા આડઅસર સંબંધી પ્રશ્નો છે. અમેરિકાના ઘણા વાલીઓ એવા સવાલ કરે છે કે, આ મુદ્દે જ્યાં સુધી સંપૂર્ણ માહિતી ન મળે ત્યાં સુધી વેક્સીનેશન અકટાવી દેવામાં આવે.

હાલ અમેરિકામાં 12થી 17 વર્ષના બાળકો-ટીનેજર્સ માટે ફાઈઝર-બાયોએનટેકની વેક્સીન માટે મંજૂરી મળી ગઈ છે. આ પછી અન્ય બે વેક્સીનને પણ મંજૂરી મળશે. અમેરિકાના વાલીઓમાં ઊઠેલા પ્રશ્નો આપણા માટે પણ આ ત્રણ કારણોના લીધે મહત્ત્વના છે. પ્રથમ કે, કોરોના સંક્રમણ મામલે અમેરિકા એકમાત્ર એવો દેશ છે જે ભારત કરતા આગળ છે. અમેરિકામાં મોટા લોકોની સાથે બાળકોનું પણ વેક્સીનેશન થઈ રહ્યું છે. ત્રીજી એ કે, અમેરિકામાં બાળકોને આપવામાં આવતી ફાઈઝરની mRMA વેક્સીન ટૂંક સમયમાં ભારતમાં બાળકો માટે પ્રાપ્ત થશે.

અમેરિકાની CDC સંસ્થાએ જણાવ્યું કે, કોવિડ વેક્સીન અને અન્ય વેક્સીનમાં આવો કોઈ સમયાંતર રાખવો જરૂરી નથી. કોવિડ અને અન્ય વેકસીનની આડઅસર એક જ સરખી છે. અમેરિકાના બાળકોમાં વેક્સીનેશનના અનુભવમાંથી જાણવા મળ્યું કે, 12થી 15 વર્ષના બાળકોમાં અન્ય લોકો કરતા વધારે તાવ આવે છે. જે ત્રણ દિવસ સુધી રહી શકે. બાળકોને 30 માઈક્રોગ્રામના 2 ડોઝ આપવામાં આવે છે. બંને ડોઝ વચ્ચે ત્રણ અઠવાડિયાનો સમય રાખવામાં આવે છે. વેક્સીન મૉર્ડના 2થી 11 વર્ષનાં બાળકો માટે 50 માઈક્રોગ્રામ અને 100 માઈક્રોગ્રામ ડોઝ આપી ટ્રાયલ કરી રહી છે. બંને વેક્સીન ફાઈઝર અને મૉર્ડના mRNA આધારિત છે. પહેલા mનો અર્થ મેસેન્જર થાય છે.

વેક્સીન નબળા અથવા નિષ્ક્રિય વાયરસના માધ્યમથી શરીરમાં એન્ટિબોડી એક્ટિવ કરે છે. આ વેક્સિનની પદ્ધતિ નવી છે. શરીરમાં વેક્સિન સાથે પહોંચનારા મેસેન્જર મોલિક્યૂલ બાળકોના કોષમાં હોય છે. સ્પાઇક પ્રોટીન એટલે કે કોરોના વાઇરસની જેમ નોકદાર પ્રોટીન બનાવવાની સૂચના આપી શરીરને રોગપ્રતિકારકશક્તિ આપે છે. અમેરિકાના મેડિકલ એક્સપર્ટ કહે છે કે, વેક્સિન વધતા શરીરમાં એન્ટિબોડીઝ બનાવવા માટે સલામત છે. જે બાળકના શરીરને પણ સુરક્ષા અર્પે છે. ડીસેમ્બર મહિના બાદ અમેરિકામાં 12 વર્ષથી નીચેના બાળકોને આ રસી આપવામાં આવશે. ફાઈઝર સપ્ટેમ્બરમાં 2થી 11 વર્ષની વયના બાળકો માટે તેની રસીને મંજૂરી આપવાની યોજના ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp