હવે નવવિવાહિત વહુની વર્જિનિટી ટેસ્ટ કરાવવી પડશે મોંઘી, થઈ શકે છે જેલ

PC: independent.co.uk

કોઈપણ મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે દબાણ કરવું એ તમારા માટે જોખમી બની શકે છે અને તમને જેલ ભેગા કરી શકે છે. મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર સરકારે બુધવારે કહ્યુ હતુ કે, તે કોઈપણ મહિલાના કોમાર્યના પરીક્ષણ માટે દબાણ કરવાની બાબતને શીઘ્ર દંડનીય અપરાધ બનાવશે. રાજ્યના કેટલાક સમુદાયોમાં આ પરંપરા છે. આ સમુદાયોમાં નવવિવાહિતા મહિલાએ એ સાબિત કરવું પડે છે કે લગ્ન પહેલા તે વર્જિન એટલે કે કુંવારી હતી.

ગૃહ રાજ્યમંત્રી રંજિત પાટીલે બુધવારે આ મુદ્દે કેટલાક સામાજિક સંગઠનો માટે એક પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી. શિવસેના પ્રવક્તા નીલમ ગોરહે પણ આ પ્રતિનિધિ મંડળમાં સામેલ છે. મંત્રી રંજિત પાટીલે મુલાકાત બાદ જણાવ્યુ હતુ કે, કૌમાર્ય પરીક્ષણ (Virginity Test)ને યૌન હુમલાનો એક પ્રકાર સમજવો જોઈએ. તે સંબંધી એક પરિપત્ર જાહેર કરવામાં આવશે, જેમાં તેને દંડનીય અપરાધ જાહેર કરવાની રજૂઆત કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રતિષ્ઠાને ઠેંસ પહોંચાડનારા આ રિવાજનું કંજરભાટ અને કેટલાક અન્ય સમુદાયોમાં આજે પણ પાલન કરવામાં આવે છે. આ સમુદાયના કેટલાક યુવકોએ તેની વિરુદ્ધ ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે. અમે પણ તેમના આ અભિયાનમાં સહકાર આપીશું અને જે વિભાગ બનાવવામાં આવશે તે યૌન હુમલાના મામલાઓની દર બે મહિને સમીક્ષા કરશે અને એ સુનિશ્ચિત કરશે કે અદાલતોમાં આવા મામલાનો નિર્ણય વહેલામાં વહેલી તકે આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp