મહિલા ટીચરે કલાસમાં પહેર્યા એવા કપડાં કે સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો

PC: instagram.com

મહિલાના ગ્લેમરસ વસ્ત્રો બાબતે ઘણાં લોકો ભવાં ચઢાવતા હોય છે, પણ આવું માત્ર ભારતમા જ છે એવું નથી, પણ અમેરિકામાં પણ એવા લોકો છે જે મહિલાના ગ્લેમરસ વસ્ત્રોની ટીકા કરે છે. અમેરિકાની એક શાળાની આર્ટ મહિલા ટીચર ક્લાસમાં  દરરોજ એવા વસ્ત્રો પહેરીને આવે છે જેને કારણે વિદ્યાર્થીઓના માતા પિતા ભડક્યા છે. જો કે ટીચરે પણ જવાબ આપ્યો છે.

દુનિયામાં સૌથી વિકસિત દેશ અમેરિકામાં સામાન્ય રીતે મહિલાના વસ્ત્રોની બાબતમાં કોઇ ખાસ પંચાત કરતું નથી, પરંતુ અમેરિકાની એક શાળાની આર્ટ ટીચરે કલાસમાં એવા ગ્લેમરસ કપડાં પહેર્યા કે પેરન્ટસના ભવાં વાંકા થઇ ગયા અને સોશિયલ મીડિયા પર પણ લોકોનો ગુસ્સો ફાટ્યો છે. પેરન્ટસે એટલી બબાલ કરી કે ટીચર આખી દુનિયામાં ચર્ચામાં આવી ગઇ.

અમેરિકાની એક સ્કુલમાં ભણાવતી ટીચર અત્યારે ભારે ચર્ચામાં છે. તેણીના ફેમસ થવાનું કારણ તેનો ડ્રેસીંગ સેન્સ છે. ટીચરના ડ્રેસિંગને કારણે પેરેન્ટ્સ નારાજ થયા છે. તેમનું કહેવું છે કે, ટીચર માત્ર લોકોનું એટેન્શન મેળવવા માટે આવા વસ્ત્રો પહેરીને શાળા આવી રહી છે. કેટલાંક પેરેન્ટ્સે ટીચરના કપડાંને ભડકાઉ વસ્ત્રો કહ્યા છે. ટીચર ગ્લેમરસ કપડાં પહેરીને આવે છે, ફોટા પડાવે છે અને પછી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. પેરેન્ટ્સને ટીચરના વસ્ત્રો યોગ્ય લાગતા નથી.

ડેલી સ્ટારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ ટીચર Toybox Dollz ઇન્સ્ટાગ્રામ હેંડલ પર પોતાના ફોટોઝ શેર કરતી રહે છે. ભલે પેરેન્ટ્સને Toybox Dollzના વસ્ત્રો સામે વાંધો હોય, પરંતુ  ઇન્સ્ટા પર તેના 8 લાખ ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સે લખ્યું કે, તમે કોઇ સ્કુલમાં છો કે પાર્ટી કે કલબમાં છો.

જો કે સ્કુલ ટીચર Toybox Dollz એ પણ જેમને પણ તેણીના ડ્રેસિંગ સામે વાંધો છે બધાને સણસણતો જવાબ આપ્યો છે. ટીચરે કહ્યું કે હું સ્કુલમં ભણાવું છે અને મને ખબર છે કે હું એક સારી ટીચર છું. હું શું પહેરું છું તે મારી ચોઇસ છે. કેટલાંક લોકોએ મહિલા ટીચરને સપોર્ટ પણ કર્યો છે.

મોન્ટાનાની આર્ટ ટીચરને તેના સ્કીન-ટાઈટ પોશાકના કારણે લોકોએ તેને ટ્રોલ કરી છે, પરંતુ કેટલાંક લોકોએ સપોર્ટમાં કહ્યું કે તેણીએ કશું ખોટું કર્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp