KBCમાં 1 કરોડ રૂપિયા જીત્યા હતા તે મોહિતા શર્મા એવી જગ્યાએ છે કે તમે કરશો સલામ

PC: bollywoodhungama.com

કોન બનેગા કરોડપતિમાં જે રીતે મોહિતા શર્મા પોતાના આત્મવિશ્વાસ અને જ્ઞાનના દમ પર કરોડપતિ બની હતી તેના માટે બીગ બી એ પણ તેની પ્રશંસા કરી હતી. એક કરોડ જીત્યા પછી તેને 7 કરોડ માટે રમવું હતું, પરંતુ તે પોતાના ઉત્તરને લઈને મૂંઝવણમાં હતી. તેથી તેણે શો વચ્ચે જ છોડી દીધો હતો.

કોન બનેગા કરોડપતિની નવી સીઝનનું દમદાર આગમન થવા જઈ રહ્યું છે. બસ 2 દિવસની વાર છે જે પછી તમારો મનગમતો શો તમારી સામે હશે. KBC 14 શરૂ થઈ રહ્યું છે. આ પહેલા KBC 12 ની બીજી કરોડપતિ બનેલી મોહિતા શર્માના જીવન પર નજર નાંખી લઈએ.

ક્યાં છે IPS મોહિતા શર્મા?

કોન બનેગા કરોડપતિ 12 ની પહેલી કરોડપતિ કોમ્યુનિકેશન ઓફિસર નાઝિયા નસીમ હતી. જેના પછી IPS મોહિતા શર્મા બીજી કરોડપતિ બની અને દરેક બાજુ તેની વાતો થવા લાગી. હિમાચલ પ્રદેશના કાંગડાની રહેવાસી IPS મોહિતા શર્મા માટે આ સફર જરાક પણ સરળ હતું નહીં, પરંતુ અશક્ય પણ ન હતું. પહેલા તે દરેક તે દરેક મુશ્કેલીને પાર કરીને IPS બની. તે પછી કરોડપતિ બનીને સાબિત કરી દીધું કે એક મહિલા પોતાની જીદ પર આવે તો દરેક વસ્તુ કરી શકે છે.

કાંગડાની રહેવાસી મોહિતા શર્માની આ દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટીંગ છે. મોહિતા શર્મા 2017 બેચની IPS છે, જે પોતાની ડ્યૂટી ખૂબ સારી રીતે નિભાવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં તેની પાસે બે પોલિસ સ્ટેશન છે અને પડકારજનક પરિસ્થિતિવાળી જગ્યા પર તેને શાંતિ-વ્યવસ્થા બનાવી રાખવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. મોહિતા શર્મા પોતાની સર્વિસની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. IPS નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈને જાણ થાય છે કે તેને દેશની સેવામાં લાગી રહેવું કેટલું પસંદ છે.

મોહિતા શર્માના અંગત જીવનની વાત કરીએ તો તેણે ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર રૂશલ ગર્ગ સાથે લગ્ન કર્યા છે. રૂશલ જમ્મુ-કાશ્મીર કેડરથી જ છે, જે ચંદીગઢના રહેવાસી છે. બીગ બી એ કોન બનેગા કરોડપતિમાં મોહિતા શર્માના અત્મવિશ્વાસ અને જ્ઞાન માટે તેની ખૂબ પ્રશંસા કરી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp