નેધરલેન્ડના બાળકો દુનિયામાં સૌથી ખુશહાલ, જાણો તેની પાછળનું રહસ્ય

PC: happiness.com

UNICEF દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તે અનુસાર, યુરોપીય દેશ નેધરલેન્ડના બાળકોને સૌથી વધુ ખુશહાલના રૂપમાં આંકવામાં આવ્યા છે. હવે, અહીં સવાલ એ ઊઠે કે આખરે ત્યાંના માતા-પિતા કઈ રીત અપનાવે છે અથવા તો સ્કૂલની સિસ્ટમમાં એવો તે કયો તફાવત છે, જે આપણી ખિજવાવા અને મારવાની સિસ્ટમ કરતા અલગ છે, કે જે બાળકોને વધુ ખુશહાલ જ નહીં, પરંતુ સૌથી વધુ સફળ પણ બનાવે છે.

બાળકોનું આ રેન્કિંગ 41 ધનવાન દેશોની સ્ટડીના આધાર પર તૈયાર કરવામાં આવ્યું છે. તેનો માપદંડ એકેડમિક અને સોશિયલ સ્કિલ હતો. સાથે જ માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય સહિત એ તમામ માપદંડ હતા જે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન માટે જરૂરી છે. નેધરલેન્ડ બાદ ડેનમાર્ક અને નોર્વે આ લિસ્ટમાં અનુક્રમે બીજા અને ત્રીજા નંબર પર છે. 41 દેશોના આ લિસ્ટમાં સૌથી નીચે ચિલી, બલ્ગેરિયા અને અમેરિકા આવે છે. નેધરલેન્ડ આર્થિકરીતે મજબૂત દેશ છે, સામાજિક સુરક્ષાની દ્રષ્ટિએ પણ ત્યાં સરકારો ઘણી જવાબદારીઓ ઉઠાવે છે, પરંતુ તેનો મતલબ એ નથી કે માત્ર પૈસા જ ખુશી લાવે છે. માત્ર પૈસાથી જ બાળકોમાં ખુશી આવતી હોત તો અમેરિકા આટલું પાછળ ના હોત.

એક્સપર્ટ તેનું સીક્રેટ જણાવે છે... બાળકો માટે સ્પષ્ટ લિમિટ એટલે કે સીમા નક્કી કરો, પ્રેમ અને સંબંધોમાં વાર્મ્થ, કંઈક સારું કરવાનું મોટિવેશન, સાથે જ તેમને પોતાના ભવિષ્યનો રસ્તો પસંદ કરવાની આઝાદી આપો. આ જ કેટલાક સીક્રેટ્સ છે, જે બાળકોની ખુશીનો રસ્તો સાફ કરે છે. બાળકો સાથે ખુલીને વાત કરો કે તેઓ શું કરવા માગે છે, શું ખામીઓ છે, કઈ રીતે તેને દૂર કરી શકાય. ડચ એટલે કે નેધરલેન્ડના લોકો પોતાના બાળકો સાથે એ મુદ્દાઓ પર પણ ખુલીને વાત કરે છે, જેના પર એશિયાઈ સમાજોમાં બાળકો અને પેરેન્ટ્સની વચ્ચે એક દીવાલ ઊભી કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત પણ ઘણા એવા ફેક્ટર્સ છે, જે નક્કી કરે છે કે બાળકોનું જીવન ખુશીઓથી ભરેલું હશે કે નહીં? જેમકે- બાળકો પર કેટલો એકેડમિક બોજો છે, ક્યાંક સોશિયલ મીડિયાના પ્રભાવમાં બીજાઓની પોસ્ટ જોઈને તમે ભ્રમિત થઈને બાળકો પર પ્રેશર તો નથી બનાવતાને, કારણ કે એ જરૂરી નથી કે સોશિયલ મીડિયા પોસ્ટમાં લોકો જેટલા ચમકતા દેખાઈ રહ્યા હોય તે સત્ય જ હોય. સોશિયલ મીડિયાના દોરમાં માતા-પિતા માટે જરૂરી છે કે તેઓ વાસ્તવિકતાની ધરતીને ઓળખે. કારણ વિના બાળકો પર પ્રેશર ઊભુ ના કરે. બાળકોને એ વાતની આઝાદી મળે કે તેઓ જે બનવા માગે છે તેમને તે દિશામાં કામ કરવાની આઝાદી મળે. તેઓ સકારાત્મક માહોલ માટે પોતાના યોગ્ય મિત્રો પસંદ કરી શકે. તેમને દરેક વાત પર જજ ના કરવામાં આવે. રમવાની પણ તેમને આઝાદી મળે.

નેધરલેન્ડ સ્કૂલોમાં ગળાકાપ કોમ્પિટિશનના માહોલની જગ્યાએ સ્કિલ લર્નિંગના માહોલ પર ભાર આપનારો દેશ છે. માતા-પિતા માટે એક્સપર્ટ સલાહ આપે છે કે, સ્કૂલનું પરિણામ બાળકોને આંકવા માટે કોઈ અંતિમ પરિમાણ ના હોઈ શકે. તેના બદલે બાળકોમાં લર્નિંગ અને જીજ્ઞાસાના માહોલને વધારવા પર ભાર આપો. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર નોર્વે છે. નોર્વે પોતાની સ્કૂલોમાં ટૂગેધરનેસને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે. મતલબ પોતાની સાથોસાથ બીજાઓને પણ પ્રગતિમાં મદદ કરવાની આદત. તેને માટે પરિવારોના સમાજને સારો બનાવવાની દિશામાં કામ કરવામાં યોગદાન આપવાને ત્યાંના સમાજમાં ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આપણા એશિયન સમાજ એટલા માટે જ તૂટતા ગયા કારણ કે આપણે ના તો પરિવારને સંભાળવા પર ધ્યાન આપ્યું અને ના સમાજમાં સારી આદતો, સારા કામ અને સારી પહેલને પ્રોત્સાહિત કરવાની પહેલ કરી અને જે કામ આપણે નથી કરતા તે બાળકો કઈ રીતે શીખશે. આપણે જે ભૂલો પોતે કરીએ છીએ તે બાળકોને ના કરવા માટે કહીએ છીએ. આખરે એ કઈ રીતે સંભવ છે કે આપણે કરી રહ્યા હોઈએ અને તે કામ કરવાની બાળકોને ના પાડીએ. આથી, સૌથી પહેલા જરૂરી છે કે પોતાનામાં બદલાવ લાવો અને પછી સારા બદલાવોનો પાઠ બાળકોને શીખવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp