શું ખરેખર મહિલાઓએ લગ્ન બાદ પોતાની સરનેમ બદલવાની જરૂર છે?

PC: news18.com

ભારતીય રિવાજ કહો કે પછી સામાજિક પરંપરા અથવા તો પછી પર્સનલ ચોઈસ, આપણા દેશમાં હંમેશાંથી એ પ્રથા રહી છે કે, લગ્ન બાદ છોકરીએ પોતાની સરનેમ બદલીને પતિનું ઉપમાન લગાવવું પડે છે. એવુ એટલા માટે કારણ કે એક મહિલાની ઓળખ તેના પતિ સાથે જોડાયેલી હોય છે. આ જ એક કારણ છે કે સરનેમ લગાવ્યા બાદ જ એક છોકરીને તેના પતિના પરિવારનો હિસ્સો માનવામાં આવે છે. જોકે, જૂના પારંપરિક રીતિ-રિવાજો અનુસાર દરેક મહિલા માટે ઉપનામ બદલવાના નિયમનું પાલન કરવું લગભગ અનિવાર્ય બનાવી દેવાયુ હતું. પરંતુ કેટલીક મહિલાઓ એવી પણ છે, જેમણે લગ્ન બાદ પોતાની સરનેમને બદલવી યોગ્ય ના સમજી.

ઘણા બધા લોકો એવુ માને છે કે, જ્યારે એક મહિલા પોતાના પતિની સરનેમ પોતાના નામની પાછળ જોડે છે, તો એવુ કરવાથી એક તો તે સમાજનો એક વૈદ્ય હિસ્સો બને છે અને સાથે જ કપલ્સનો સંબંધ પણ મજબૂત બને છે. તેનાથી વિરુદ્ધ જો કોઈ પુરુષ પોતાની પત્નીનું ઉપનામ લગાવવાનું પસંદ કરે, તો તે બદલાતી વિચારસરણી હોવા છતા સમાજમાં હાંસીનું પાત્ર બની જાય છે. આથી, ભારતમાં ખૂબ જ ઓછી સંભાવનાઓ છે કે કોઈ પુરુષ લગ્ન બાદ પોતાની પત્નીની સરનેમ લગાવવાનું પસંદ કરશે.

જેમ-જેમ સમય બદલાઈ રહ્યો છે, તેમ-તેમ પતિની સરનેમને પોતાના નામની પાછળ જોડીને રાખવાની પરંપરા પણ ઘણી હદ સુધી ઓછી થઈ રહી છે. ઘણી બધી મહિલાઓ આવુ કરીને પિતૃસત્તાત્મક સમાજ દ્વારા બનાવવામાં આવેલા નિયમોમાંથી પોતાને આઝાદ કરવાની સાથે તે આગળ પણ વધી રહી છે.

અનુષ્કા શર્મા, વિદ્યા બાલન, ટ્વિંકલ ખન્ના અને દીપિકા પાદુકોણ... એવી ઘણી બધી એક્ટ્રેસીસ પણ છે, જેમણે લગ્ન બાદ પોતાના પતિના ઉપનામને પોતાના નામની પાછળ નથી જોડ્યું. જોકે, આ વિચાર પર દીપિકાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું પણ હતું કે, અમે બંનેએ પોતાની ઓળખ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે, આથી સરનેમ બદલવાનો તો સવાલ જ નથી ઉઠતો.

આપણે એવુ માનીએ છીએ કે, સરનેમ બદલવા પાછળ લોકોની ઘણી ભાવનાઓ જોડાયેલી હોય છે. પરંતુ તેમ છતા આવુ કરવું સરળ નથી. સરનેમ બદલાથી માત્ર છોકરીના કરિયર પર જ અસર નથી પડતી, પરંતુ તેના જરૂરી દસ્તાવેજોમાં પણ તેણે પોતાનું નામ બદલાવવું પડે છે. જોકે, લગ્ન બાદ જો કોઈ મહિલા પોતાની સરનેમ બદલવા માગતી ના હોય તો તેને માટે કોઈ પ્રેશર નથી. ભારતમાં હજુ પણ એવો કાયદો નથી બન્યો, જે કહે કે લગ્ન બાદ મહિલાઓએ પોતાનું નામ બદલવુ જરૂરી છે.

સમાજનો એક વર્ગ કહે છે કે, લગ્ન બાદ છોકરીઓએ પોતાનું નામ એટલા માટે બદલવું જોઈએ કારણ કે લગ્ન બાદ છોકરી પિતા નહીં પરંતુ પતિની જવાબદારી હોય છે. તે માત્ર પોતાની પતિની સંપત્તિનો હિસ્સો જ નથી બનતી, પરંતુ ખર્ચા ચલાવવા માટે પણ તેની પાસેથી જ પૈસા મળે છે.

BBCમાં છપાયેલા એક રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે, વર્ષ 1340માં બ્રિટનની એક કોર્ટે કહ્યું હતું કે, જ્યારે કોઈ મહિલા પોતાના પતિને પસંદ કરે છે, તો તે પૈતૃક સરનેમ ગુમાવી દે છે. તેનો માત્ર વાઈફ ઓફ અથવા ...ની પત્નીનો દરજ્જો રહી જાય છે. જ્યારે કાયદાના જાણકરા હેનરી ડે બ્રેક્ટને તેના પર કહ્યું હતું કે, લગ્ન બાદ મહિલા અને પુરુષ અલગ-અલગ નથી રહેતા, પરંતુ તે એક યુનિટની જેમ હોય છે, જેમને સરનેમથી કોઈ ફરક નથી પડતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp