મનોહર પારિકરના નિધનને કારણે વૃંદાવનમાં વિધવાઓએ હોળી કાર્યક્રમ રદ્દ કર્યો

PC: sutroanusar.com

વૃંદાવન તથા વારાણસીમાં રહેતી એક હજાર વિધવા મહિલાઓએ આજે એટલે કે 18 માર્ચે પોતાના પૂર્વઆયોજિત કાર્યક્રમ અનુસાર હોળીનો તહેવાર નથી મનાવ્યો. સુલભ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના તત્વાધાનમાં વૃંદાવનના ઠા. ગોપીનાથ મંદિરમાં આજે તેમનો સામુહિત હોળી કાર્યક્રમ હતો. જેના કવરેજ માટે દેશ-વિદેશથી અઢી હજાર પત્રકારો તેમજ ફોટો જર્નાલિસ્ટ પણ આવ્યા હતા. ગત 7 વર્ષોથી અહીં હોળીનો તહેવાર ધામધૂમથી મનાવતા આવ્યા છે. આ વખતે પણ સોમવારે આ કાર્યક્રમની ઉજવણી કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ, ગત સાંજે જેવું તેમને જાણવા મળ્યું કે પૂર્વ રક્ષામંત્રી તેમજ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું નિધન થયું છે, તો રાષ્ટ્રીય શોક મનાવતા તેમણે હોળીનો કાર્યક્રમ રદ્દ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ અંગે સંસ્થાએ જણાવ્યુ હતુ કે, મહિલાઓએ જાતે જ આ પ્રસ્તાવ મુક્યો કે પારિકરના નિધનને પગલે હોળી મનાવવાનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવે, જે વાતનો તમામે પૂર્ણ સન્માન સાથે સ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુલભ ફાઉન્ડેશન 2012થી હાઈ કોર્ટના નિર્દેશ પર વૃંદાવન, વારાણસી તેમજ ઉત્તરાખંડ વગેરેમાં રહીને ભજન-કીર્તન તેમજ ભિક્ષાવૃત્તિના સહારે પોતાનું બાકીનું જીનવ વ્યતિત કરી રહેલી વિધવાઓ તેમજ પરિત્યક્તા મહિલાઓને સન્માનજનક જીવન આપવાનો પ્રયાસ કરી રહી છે.

આ પ્રયાસ અંતર્ગત આ મહિલાઓને રોટી, કપડાં અને મકાન આપવા ઉપરાંત સામાજિક સન્માન અપાવવા માટે હોળી, દિવાળી, રક્ષાબંધન તેમજ દુર્ગાપૂજા વગેરે તહેવારોમાં તેમને સમાજના અન્ય વર્ગો સમાન જ ઉજવણી કરવાની તક આપવાની શરૂઆત કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp