એક બહેને પોતાના સગા ભાઇના બાળકને આપ્યો જન્મ, કારણ જાણીને ચોંકી જશો

PC: intoday.in

એક મહિલાએ પોતે જ પોતાના ભાઈના બાળકને જન્મ આપ્યો છે. તેના પાછળનું કારણ હતું ભાઈનું ગે સંબંધમાં હોવું અને કોઈ અજાણી સ્ત્રી પર સરગોસી માટે વિશ્વાસ ન હોવાને કારણે મહિલાએ ભાઇના સમલિંગી પાર્ટનરના સ્પર્મ દ્વારા બાળકને જન્મ આપ્યો હતો.

બ્રિટનના કમ્બ્રિયાની રહેવાસી 27 વર્ષની મહિલા ચેપલ કૂપરે સરોગેટ માતા તરીકે બાળકને જન્મ આપ્યો. ફર્ટિલાઈઝેશન માટે કૂપરનાં એગ સેલ અને ભાઈના સમલિંગી પાર્ટનરના સ્પર્મનો ઉપયોગ કરાયો હતો.

કૂપરના સરોગેટ માતા બનવાના કારણ તેના ભાઈ સ્કોટ સ્ટીફન્સન અને તેના ગે પાર્ટનર માઇકલ સ્મિથ પ્રાઉડ પેરેન્ટ્સ બની ગયા છે. તેમણે બાળકને જન્મ આપ્યો. ભાઈના બાળકને જન્મ આપવાના કારણે કૂપર બાળકની બાયોલોજિકલ માતા પણ હશે અને ફોઇ પણ કહેવાશે.

કૂપર પહેલાથી એક દીકરીની માતા છે. તેણે જ્યારે સરોગેસી અને એડપ્શનમાં પડતી મુશ્કેલીઓ અને ખર્ચ વિશે જાણ્યું ત્યારે તેણે પોતે જ બાયોલોજીકલ માતા બનવાનું નક્કી કર્યું હતું.

કૂપરના ભાઈ અને તેના પાર્ટનરે એક ફેસબુક પોસ્ટમાં બહેનની પ્રશંસા કરી છે અને તેને સુપર હ્યુમન કહી છે. તેમણે લખ્યું - કૂપરની ક્ષમતા અને મોટા હૃદયથી અમને આનંદ થાય છે. ઉલ્લેખનીય છે કે યુરોપના દેશોમાં હવે ગે પાર્ટનર પોતાના બાળકની ઇચ્છાને પૂર્ણ કરવા માટે સરોગસીની મદદ લઇ રહ્યા છે. 

આના માટે ઘણાં ગે પાર્ટનર ભારત જેવા દેશોમાં સરોગેટ મધર શોધતાં હોય છે. સરકારે આના પર નિયંત્રણો પણ મુક્યા છે. સરોગેટ મધર એક કુખ ભાડે આપનારી મહિલા હોય છે જે બાળકને સ્પર્મ દ્વારા જન્મ આપે છે, પરંતુ તેમાં શારિરીક સંબંધ બાંધવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિ ઘણી ખર્ચાળ થતી હોવાને લીધે પોતાના સંબંધીને જ સહમતિ સાથે સરોગેટ મધર બનાવવાનો આ પહેલા પ્રસંગ નથી. આ પહેલા પણ એવા કિસ્સા થયાં છે જેમાં માતા ન બની શકનારી મહિલાઓ પોતાની બહેન કે માતાના ગર્ભમાં પોતાનું બાળક સરોગેટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp