મહિલાએ આપ્યો પ્રેગ્નન્ટ બેબીને જન્મ, 24 કલાકમાં કરવી પડી સર્જરી

PC: gstatic.com

એક મહિલાએ પ્રેગ્નન્ટ બેબીને જન્મ આપ્યો છે. જન્મના એક દિવસ પછી બેબી ગર્લનું તાત્કાલિક સી સેક્શન કરવામાં આવ્યું હતું. એક રેર મેડિકલ કન્ડીશનને કારણે આવું કરવું પડ્યું હતું.

આ મામલો કોલંબિયાના બરાનકિલામાં રહેનારી મહિલા મોનિકા વેગાનો છે. ડિલીવરી પછી તેણે બેબી ગર્લને જન્મ આપ્યો, જેનું નામ તેમણે ઇત્જામરા રાખ્યું છે. તેની તબિયતમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર, મોનિકાની ડિલીવરી પહેલા જ ડૉક્ટરોને અલ્ટ્રાસાઉન્ડ દરમ્યાન જ રેર મેડિકલ કન્ડીશન અંગે જાણકારી મળી ગઈ હતી. અલ્ટ્રાસાઉન્ડમાં જાણ થઈ કે મહિલાના બે umbilical cords છે.

ડૉક્ટરોએ જોયું કે બે umbilical cords જોડિયા બાળકોના નથી. ખરેખર તો બાળકીએ એક અવિક્સિત ભ્રૂણને જ પોતાના ગર્ભમાં અવશોષિત કરી લીધું હતું.

આ રેર મેડિકલ કન્ડીશનને 'fetus in fetu' કે પરજીવી જુડવા(parasitic twin) કહેવામાં આવે છે. parasitic twin ક્યારેય પણ પૂરી રીતે વિક્સિત થઈ શકતા નથી.

મહિલાઓ આ સ્થિતિની શિકાર ત્યારે બને છે જ્યારે એર જોડિયા બાળકનો વિકાસ ગર્ભાવસ્થા દરમ્યાન અટકી જાય છે. પણ તે પૂરી રીતે વિકસિક બાળક સાથે જોડાયેલું રહે છે.

આ પહેલા ડૉક્ટરોએ મોનિકાને જણાવેલું કે, તેમની ડિલીવરી તરત જ કરવી પડશે. કારણ કે તબીબોને ડર હતો કે parasitic twin વધી શકે છે અને તેને કારણે બેબીના અંગોને પણ નુકસાન પહોંચી શકે છે.

બેબી ગર્લના જન્મ પછીના 24 કલાકમાં જ ડૉક્ટરોએ સી સેક્શન સર્જરી કરી. ડૉક્ટરોએ જોયું કે બેબીના પેટમાં parasitic twin મોજૂદ છે. જોકે, parasitic twinનું દિલ અને દિમાગ વિકસિત થયા નહોતા.

ડૉક્ટરોનું કહેવું છે કે હવે બેબી ગર્લને કોઈ પરેશાની આવશે નહિ. એક રિપોર્ટ પ્રમાણે, parasitic twinનો મામલો 5 લાખ બાળકોની ડિલીવરીમાંથી 1 જ હોય છે.

મોટેભાગે અલ્ટ્રાસાઉન્ડ દરમ્યાન જ parasitic twinની ખબર પડી જાય છે. પણ અમુક એવા કેસો પણ હોય છે જેમાં ઘણાં વર્ષો સુધી parasitic twin બાળકોના પેટમાં જ વૃદ્ધિ કરતો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp