30 વર્ષની મહિલાને પેટ દુઃખાવાની સારવારમાં જાણ થઈ તે પુરુષ છે, પછી ખબર પડી કે...

PC: newsbust.in

એક વ્યક્તિ પોતાની જિંદગીના 30 વર્ષ પસાર કરી દે છે એ વિચારીને કે તે મહિલા છે. પણ 30 વર્ષ પછી જ્યારે તેને કોઈ સ્વાસ્થ્યને લઇ તકલીફ થાય છે તો તે હોસ્પિટલમાં દાખલ થાય છે. જ્યાં તેને જાણ થાય છે કે તે મહિલા નહીં પુરુષ છે. જી હાં, બની શકે કે તમને આ વાત સ્ટોરી જેવી લાગે, પણ આ હકીકત છે. આ ઘટના સામે આવી છે પશ્ચિમ બંગાળના કોલકાતાથી. જ્યાં ખૂબ જ આશ્ચર્યમાં મૂકી દે એવો કેસ સામે આવ્યો છે. આ મહિલાને એબડોમિનલ પેઈનની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં જ સારવાર દરમિયાન આ ચોંકાવનારી વાત સામે આવી છે. જેમાં તેની આખી દુનિયા જ બદલાઇ ગઈ છે.

આ મહિલાની ઉંમર 30 વર્ષની કહેવામાં આવી છે અને તેના લગ્નને 9 વર્ષ થઈ ગયા છે. એબડોમિનલ પેઈનની ફરિયાદ પછી જ્યારે તે હોસ્પિટલમાં સારવાર માટે ગઈ તો જાણ થઈ કે તે એક ‘પુરુષ’ છે. તેને ટેસ્ટિકલ કેંસર(Testicular Cancer) છે. હેરાન કરનારી વાત તો એ છે કે, તે મહિલાની નાની બહેન કે જેની ઉંમર 28 વર્ષની છે. તે પણ તપાસ દરમિયાન એન્ડ્રોજન ઈંસેંસિવિટી સિન્ડ્રોમ (Androgen Insensitivity Syndrome)થી ગ્રસ્ત મળી. એન્ડ્રોજન ઈંસેંસિવિટી સિન્ડ્રોમ એવી સ્થિતિ છે, જ્યારે વ્યક્તિ જેનેટિક રૂપથી પુરુષ રીતે પેદા થયો હોય, પણ તેના ભૌતિક લક્ષણો મહિલાઓ જેવા હોય છે.

30 વર્ષની આ મહિલા બીરભૂમની નિવાસી છે. જે સારવાર માટે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ કેંસર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી હતી. જ્યાં સારવાર દરમિયા મહિલાની ખરી ઓળખની જાણ થઈ.

આ એક વિશેષ અને દુર્લભ પ્રકારની બીમારી છે, જેમાં વ્યક્તિ જ્યારે પેદા થાય છે ત્યારે તેના જીન્સ પુરુષોના હોય છે પણ શરીર મહિલાઓની જેમ વિકસિત થાય છે. એટલું જ નહીં આ મહિલાને ક્યારેય મેન્સ્ટ્ર્રુએશન પણ થયું નથી. આ મહિલામાં પુરુષોના અંડકોશ છે. જે તેમના શરીરના અંદર છે. જેમાં કેંસર થયું છે. આ મહિલાની પાસે સામાન્ય મહિલાઓની જેમ દરેક જનનાંગ છે, પણ તે ક્યારેય ગર્ભવતી થઈ શકે નહીં.

મહિલાની સારવાર કરનારા ડૉક્ટર દત્તાનું કહેવું છે કે, તે દેખાવમાં સંપૂર્ણ રીતે મહિલા લાગે છે. તેમનો અવાજ, સ્તનનો વિકાસ અને અન્ય દરેક અંગો મહિલાઓ જેવા જ છે. પણ તેમને જન્મથી યૂટરસ અને ઓવરીઝ નથી. ડૉક્ટરે જણાવ્યું કે, એન્ડ્રોજન ઈંસેંસિવિટી સિન્ડ્રોમ 22,000 લોકોમાંથી એકમાં મળી આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp