બ્રેસ્ટમાં સિલિકોન લગાવવા મહિલાએ ખર્ચ્યા 23 લાખ, કરાવી 3 સર્જરી, હવે થઈ આવી હાલત

PC: postsen.com

આજના સમયમાં દુનિયભારમાં બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ સર્જરીનો ટ્રેડ ખૂબ જ વધી ગયો છે. બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટને મેડિકલ ભાષામાં મેમોપ્લાસ્ટી ઓગ્મેન્ટેશન અથવા બ્રેસ્ટ ઓપરેશન કહેવામાં આવે છે. આ સર્જરી દરમિયાન સિલિકોનને બ્રેસ્ટમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે. 98 ટકા સુધી સર્જરી સફળ રહે છે. માત્ર એક કે બે ટકા મામલાઓમાં જ કોમ્પ્લેક્સ જોવા મળે છે. રિસર્ચ અનુસાર, USમાં દર 1 હજાર મહિલાઓમાંથી 8.08 મહિલાઓ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવી રહી છે. હાલમાં જ એક મામલો સામે આવ્યો છે, જેમા એક મહિલાએ 35 વર્ષની ઉંમરમાં પોતાની સેકન્ડ પ્રેગ્નેન્સી બાદ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યું હતું પરંતુ, તેની હાલત એવી થઈ ગઈ કે તેણે ઈમ્પ્લાન્ટને કઢાવી નાંખ્યું અને હવે તે સારું અનુભવી રહી છે.

35 વર્ષની ઉંમરમાં બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવનારી મહિલાનું નામ ડાર્સી ડેવિસ અલસોપ છે. જે USમાં રહે છે. 35 વર્ષની ઉંમરમાં તેણે નિર્ણય કર્યો હતો કે તેણે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવા છે. બીજી પ્રેગ્નેન્સી બાદ તેના બ્રેસ્ટની સાઈઝ સામાન્ય કરતા ઘણી નાની હતી. તેને જોતા તેણે આ નિર્ણય કર્યો હતો. ઈનસાઈડરમાં જણાવ્યા અનુસાર, ડાર્સીની આશરે ત્રણ સર્જરી થઈ હતી. તેણે સેલાઈન ઈમ્પ્લાન્ટને નવ વર્ષ અને સિલિકોન ઈમ્પ્લાન્ટને ત્રણ વર્ષ સુધી રાખ્યા બાદ તેણે કુલ 13 વર્ષો બાદ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કઢાવ્યા હતા. ત્રણેય સર્જરીમાં આશરે 23 લાખ (30000 ડૉલર)નો ખર્ચ થયો હતો.

ડાર્સીએ જણાવ્યું હતું કે, તેના બ્રેસ્ટની ત્રણ સર્જરી થઈ હતી. સૌથી પહેલા તેણે સેલાઈન ઈમ્પ્લાન્ટ કરાવ્યા, જેમા સેલાઈનની અંદર સોલ્ટ વોટર ભરવામાં આવે છે. ત્યારબાદ તેણે નવ વર્ષ બાદ સેલાઈનને 210 સીસી સિલિકોનથી રિપ્લેસ કરાવી દીધુ. પછી 3-4 વર્ષ બાદ તેણે સિલિકોન ઈમ્પ્લાન્ટને પણ સર્જરી કરાવીને કાઢી નંખાવ્યું. ડાર્સીએ જણાવ્યું હતું કે, બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ બાદ તેના સાંધામાં દુઃખાવો, વધારે પડતો થાક અને માથામાં દુઃખાવો રહેવા માંડ્યો. ત્યારબાદ 2020માં તેણે ઘણા ટેસ્ટ કરાવ્યા અને પછી તેની એક ફ્રેન્ડે જણાવ્યું કે, આ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટની સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે.

ત્યારબાદ ડાર્સી ઘણા ઓનલાઈન ફોરમમાં સામેલ થઈ અને બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટથી થનારી બીમારીઓ વિશે રિસર્ચ કરવાનું શરૂ કરી દીધુ. તેને શરીરમાં આશરે 15 સાઈડ ઈફેક્ટ દેખાઈ રહ્યા હતા. આથી, તેણે બ્રેસ્ટમાંથી સિલિકોન ઈમ્પ્લાન્ટ કઢાવવા માટે એક સારા સર્જનની શોધ શરૂ કરી દીધી અને છ મહિના બાદ તેની સર્જરી થઈ. જોકે, સર્જરીના નિશાન હજુ પણ તેના બ્રેસ્ટ પર છે પરંતુ, તે સંપૂર્ણરીતે રિકવર થઈ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp