વધુ હાઈટવાળું બાળક મેળવવા મહિલાએ 6 ફૂટ લાંબા વ્યક્તિ પાસેથી લીધા Sperm, પરંતુ...

PC: thehooksite.com

40 વર્ષની મહિલાએ વિચાર્યું કે, તેના ગર્ભ ધારણ કરવાની આ છેલ્લી તક છે. એ કારણે તેણે એક 6 ફૂટ લાંબા સ્પર્મ ડોનર પાસેથી સ્પર્મ લીધું, એ શરતે કે તેનું આવનારુ બાળક તેના જેવી જ કદ કાઠી વાળું આવે. સ્પર્મ લીધા પછી તે એક સફળ IVF ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ અને માતૃત્વ ધારણ કર્યું.

પણ તેના જીવનમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યું, જ્યારે તેને તેની પ્રેગનન્સી રિપોર્ટમાં જાણ થઈ કે, તેનું આવનારુ બાળક ઠીંગણો રહેશે, રિપોર્ટમાં જાણ થઈ કે, તેના બાળકને એક આનુવંશિક બીમારી એકૉડ્રોપ્લાસિયા (Achondroplasia) છે. આ બીમારીમાં હાડકાનો ગ્રોથ અટકી જાય છે. આ બીમારીમાં ખાસ કરીને માથાનો આકાર મોટો અને આંગળીઓ નાની હોય છે.

બાળક પેદા થયા પછી ડૉક્ટરે મહિલાને જણાવ્યું કે, તેનું બાળક 4 ફૂટથી વધારે વૃદ્ધિ કરી શકશે નહિ. બાળકનું માથુ, હાથ અને પગની સાઈઝ પણ નાની જ રહેશે.

મહિલા આ વાતથી ઘણી ગુસ્સામાં છે અને તેણે સ્પર્મ બેંક વિરુદ્ધ કેસ દાખલ કરાવી દીધો છે. તેનું કહેવું છે કે, આગળ મારી જેમ અન્ય મહિલાઓ ન ફસાય એટલા માટે હું સ્પર્મ બેંક વિરુદ્ધ કેસ દાખલ કરી રહી છું.

રશિયાની આ સ્પર્મ બેંકને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો પોતાનો પક્ષ રાખતા સ્પર્મ બેંકે કહ્યું હતું કે, અમારા સ્પર્મ ડોનર 46 કૉમન જેનેટિક બીમારીઓની ટેસ્ટમાંથી પસાર થાય છે. માટે દરેક સ્પર્મ સારી ગુણવત્તાના હોય છે.

તો લોકોલ મીડિયાને ડૉક્ટરોએ જણાવ્યું કે, એ જરૂરી નથી કે બાળકમાં Achondroplasia સ્પર્મને કારણે આવ્યું હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp