20મી વાર મહિલા બાળકને જન્મ આપશે, પહેલીવાર હોસ્પિટલમાં ડિલીવરી

PC: news/admin_panel

આ વાતને તમે અજીબ જ કહી શકો કે, મહારાષ્ટ્રની એક મહિલાએ 20મી વાર ગર્ભ ધારણ કર્યું છે. ડોક્ટરોએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, બીડ જિલ્લાની એક મહિલાને 7 મો મહિનો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં તેની 16 સફળ પ્રસૂતી રહી છે, જ્યારે 3 વાર તેનું ગર્ભપાત થઈ ચૂક્યું છે. તેમાં પણ ગર્ભધારણ કર્યાના 3 મહિના પછી તેનું ગર્ભપાત થયું હતું.

ડોક્ટરો અનુસાર આ મહિલાને 11 સંતાનો છે. બાકીના તેના 5 બાળકો પ્રસૂતીના અમુક કલાકો કે દિવસો પછી મરી ગયા હતા. મહારાષ્ટ્રના ગોપાલ સમુદાયની લંકાબાઈ ખરાટને સ્થાનિક અધિકારીઓએ જોયા હતા, જેઓ તેમના 20મી વાર ગર્ભધારણ વિશે જાણી આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. બીડ જિલ્લાના સિવિલ સર્જન ડૉ. અશોક થોરાટે કહ્યું, હમણા તેમને 11 સંતાનો છે અને 38 વર્ષની ઉંમરમાં તેઓ 20 મી વાર માતા બનવાના છે.

ડોક્ટરોને જ્યારે ખબર પડી કે તે ગર્ભવતી છે તો તેમને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા અને તેમની જરૂરી તપાસ કરવામાં આવી.મહિલાએ 20 મી વાર ગર્ભ ધારણ કર્યું છે. ડોક્ટરે કહ્યું કે, આ મહિલા પહેલી વાર હોસ્પિટલમાં તેના બાળકને જન્મ આપશે. આ પહેલા તેમના ઘરે જ તેમની પ્રસૂતી કરવામાં આવતી હતી.

ખરાટ બીડ જિલ્લાના મજલગામ તહસીલના કેસાપુરી વિસ્તારમાં રહે છે. બીડ જિલ્લા કલેક્ટરેટથી એક અધિકારીએ જણાવ્યું કે, તેઓ ગોપાલ સમુદાયથી સંબંધિત છે, જેઓ એમ તો ભીખ માંગવાનું કે પછી મજૂરી કરવાનું નાનું મોટું કામ કરે છે. તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએ ફરતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp