અમદાવાદ આસપાસના ગામોમાં પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા 100 વધારે છે

PC: youtube.com

અમદાવાદ જિલ્લામાં 506 ગામોમાંથી 110 ગામ એવા છે કે જ્યાં સ્ત્રીઓની સંખ્યા વધું છે. જેમાં 1000થી1099નો જાતીય દર છે. 41 ગામો એવા છે કે જ્યાં સ્ત્રી વધું છે અને પુરૂષો ઓછા છે. 1100થી વધારે જાતીય દર છે. 506 ગામોમાં 1.61 લાખની વસતી છે.

આ ભેદ માટેનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે, પુરુષો કમાવા માટે અમદાવાદ જતાં રહે છે. ગામમાં મહિલાઓ વધું રહે છે. 

જોકે, જ્યાં જાતીય દરમાં સ્ત્રીઓ વધું હોય અને ઓછી હોય ત્યાં વસતી ઓછી જોવા મળે છે. એક હજાર પુરુષોએ 700 કરતાં ઓછી સ્ત્રીઓ હોય એવા ગામ 35 છે. જે લગભગ 6.92 ટકા થવા જાય છે. આ 35 ગામોની વસતી માંડ 4501 છે. તેનો મતલબ કે કૂલ ગામના 7.79 ટકા લોકો આ ગામમાં રહે છે પણ ત્યાં મહિલાઓ ઓછી છે. 1100થી વધું જાતીય દર છે ત્યાં વસતી 3.87 ટકા છે.

23 ગામ એવા છે કે જ્યાં 700થી 749નો જાતીય દર છે. કૂલ ગામના 4.55 ગામો આવા છે. જેમાં કૂલ ગામની વસતીનું પ્રમાણ 3.33 ટકા છે.

જોકે, વસતી વધે છે તેમ સ્ત્રી અને પુરુષોની સમાનતા વધતી જાય છે. 850થી 899 વચ્ચે વસતી હોય એવા 88 ગામો છે જે 17.39 ટકા ગામ થવા જાય છે. જિલ્લાના 10 તાલુકાની વસતી 11.51 લાખ છે. અમદાવાદ શહેરનો સેક્સ રેસ્યો 898નો છે.

દર હજાર પુરુષે 2011ની વસતી પ્રમાણે દેશમાં 943, ગુજરાતમાં 919, અમદાવાદ જિલ્લામાં 904 જાતિનું પ્રમાણ છે. હવે 2021ની વસતી ગણતરી કરવાની જિલ્લા કલેક્ટર કચેરી તૈયારી કરી રહ્યાં છે ત્યારે હવે આ ગામોની સ્થિતી કેવી છે તે અંગે તકેદારી રાખીને ઝીણવટભરી વિગતો એકઠી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp