સરકારે ફરિયાદ ન સાંભળતા મહિલાઓએ જાતે 3 દિવસમાં 2 કિમીનો રોડ બનાવ્યો

PC: indiatimes.in

બિહારના બાંકા જિલ્લામાં 3 ગામડામાં 2000થી વધુ લોકોની ફરિયાદ જ્યારે સરકારે સાંભળી નથી તો મહિલાઓએ જાતે રસ્તો બનાવવાનું નક્કી કર્યું. સખત ગરમીમાં મહિલાઓએ પોતાની જાતે માત્ર 3 દિવસમાં 2 કિમી જેટલો રસ્તો બનાવી લીધો હતો. તેમણે પુરુષોનું પણ સમર્થન મળ્યું હતું. આ ગામમાં આઝાદી પછી કોઈ રસ્તો બન્યો નથી.

બાંકા જિલ્લાના નીમા, જોરારપુર અને દુર્ગાપુરના લોકો તેમના ગામમાં રસ્તો ન હોવાને લીધે ઘણા વર્ષોથી પરેશાન થતા હતા. ઘણા લોકોની મોત એટલા માટે થઈ હતી કે રસ્તો ન હોવાને લીધે તેમને સમયે હોસ્પિટલ પહોંચાડી શકાયા નહીં.  નીમા ગામની એક મહિલાએ કહ્યું હતું કે તેમના લોકોની મુશ્કેલી ત્યારે વધી જાય છે જ્યારે વરસાદમાં રસ્તો દળદળ બની કાદવવાળો બની જાય છે. તે મહિલાએ વધુમાં કહ્યું હતું કે તેમનું ગામ બ્લોક મુખ્યાલયથી માત્ર અઢી કિમી દૂર છે, પરંતુ લોકો ત્યાં સુધી પણ પહોંચી શકતા નથી. ગામમાં ઘણી ગર્ભવતી મહિલાઓએ એટલા માટે પોતાનો દમ તોડી દીધો કારણ કે તેમને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાઈ ન હતી.

સરકારની માનીએ તો પાંચ વર્ષ પહેલા તે ગામના લોકોને ગામમાં રસ્તો બનાવવા માટે હસ્તાંતરણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભૂમિ માલિકોના વિરોધને લઈને લોકો એવું કરી શક્યા ન હતા. ગામની મહિલાઓ અને બાળકોને રસ્તો ન હોવાને લીધે સૌથી પરેશાની થઈ રહી હતી એટલે તેમણે જાતે જ રસ્તો બનાવવાનું નક્કી કર્યું. નીમા, જોરાપુર અને દુર્ગાપૂર ગામની 130 મહિલાઓના એક સમૂહે નિર્ણય લીધો કે વરસાદની સીઝન આવતા પહેલા લોકો પોતાના ગામ માટે રસ્તો બનાવશે. મહિલાઓ સવારે સૂર્ય ઉગ્યા પથી રસ્તો બનાવવાના કામમાં લાગી જતી હતી અને સૂર્ય આથમ્યા પછી જ ઘરે આવતી હતી.

હાથમાં ટોપલો, પાવડો લઈને સખત ગરમીમાં પોતાની પરવા કર્યા વગર મહિલાઓએ મહેનત કરી હતી. ત્રણ દિવસની અંદર મહિલાઓએ બે કિમી લાંબો રસ્તો બનાવી લીધો હતો. તેની ખબર પડતા જ ડીએમ કુંદન કુમારે મહિલાઓના પ્રયાસની પ્રસંશા કરી હતી.  તેમણે કહ્યું હતું કે મહિલાઓએ જે રસ્તો બનાવ્યો છે, હવે સરકાર રસ્તાને સિમેન્ટનો બનાવશે. સરકારની માને તો આ ગામમાં 500 ઘર છે અને તેની વસ્તી લગભગ 2000ની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp