26th January selfie contest

કોરોના સામેની જંગમાં મહિલા નેતૃત્વવાળા દેશોએ કર્યું ખૂબ જ સારું પ્રદર્શનઃ સ્ટડી

PC: telegraph.co.uk

કોરોના કાળમાં જે દેશોની કમાન મહિલાઓના હાથોમાં છે, તેમણે પુરુષ નેતાઓની સરખામણીમાં કોરોનાને ખૂબ જ સારી રીતે હેન્ડલ કર્યો છે. એટલે કે કોરોના જેવી મહામારીનો સામનો કરવામાં એવા દેશો સારું કામ કરી રહ્યા છે જ્યાં કોઇ મહિલા નેતાની સરકાર છે. આ વાતનો ખુલાસો હાલ કરવામાં આવેલી એક સ્ટડીમાં થયો છે.

આ રિસર્ચ(જેની હજુ સમીક્ષા કરવાની બાકી છે) University of Liverpool ના પ્રોફેસર Supriya Garikipati અને University of Reading ના પ્રોફેસર Uma Kambhampati દ્વારા કરવામાં આવી છે. જેમાં 194 રાષ્ટ્રોના આંકડાઓ પર નજર નાખી અને કુલ કોરોના મામલાઓ અને 19 મે સુધી મહામારીના પહેલા ક્વાર્ટરના સમયમાં થયેલી મોતોની સાથે ડિફરિંગ પોલિસી રિસ્પોન્સનું અધ્યયન કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે, મહિલા નેતાઓએ આ મહામારીનો સામનો કરવામાં પુરુષ નેતાઓની સરખામણીમાં ખૂબ જ સારું કામ કર્યું છે.

આ નિષ્કર્ષ પર પહોંચવા માટે શોધકર્તાઓએ દેશોની તુલના કરતા રૉ ડેટાનું વિશ્લેષણ કરવા માટે એ દરેક બાબતો પર ધ્યાન આપ્યું, જે આ મહામારી સામેની લડાઇમાં પ્રભાવ પાડી શકે છે. એટલે કે તેમણે જીડીપી, વસતી, શહેરી ક્ષેત્રોમાં વસતીના ઘનત્વની સાથે સાથે વરિષ્ઠ નાગરિકોની સંખ્યાને જોઇ. આ ઉપરાંત તેમણે પ્રતિ વ્યક્તિ વાર્ષિક સ્વાસ્થ્ય ખર્ચ, ઈન્ટરનેશનલ ટ્રાવેલ ફ્રીકવન્સી અને એ રાષ્ટ્રોમાં સોશિયલ જેન્ડર ઈક્વોલિટીનું પણ વિશ્લેષણ કર્યું.

પુરુષ નેતાઓની આગેવાનીમાં અમેરિકા, સ્પેન, બ્રાઝીલ અને ઈટલી જેવા દેશોએ મહામારીનો સામનો કરવામાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું. તો બીજી તરફ જર્મની, ન્યૂઝીલેન્ડ, ડેનમાર્ક, તાઇવાન જેવા દેશોએ ન માત્ર જલદી અનલોક થયા બલ્કે પુરુષ નેતૃત્વવાળા દેશોની તુલનામાં મહિલા નેતૃત્વવાળા દેશોમાં ઓછી મોતો થઇ છે.

પ્રોફેસર સુપ્રિયા ગરીકિપતિએ કહ્યું કે, અમારા પરિણામોથી એ ક્લિઅર છે કે મહિલા નેતાઓએ આ મહામારીનો સામનો કરવામાં વધારે ચપળતા દેખાડી છે. આ લગભગ દરેક મામલામાં છે. સમાન પરિસ્થિતિઓમાં તેમણે પુરુષ નેતાઓની તુલનામાં જલદી લોકડાઉન લગાવ્યું. જોકે, લાંબા સમયમાં તેના ઈકોનોમિક ઈમ્પ્લીકેશન હોઇ શકે છે, પણ નિશ્ચિતપણે તેનાથી આ દેશોમાં લોકોના જીવ બચાવવામાં મદદ મળી અને અહીં મોતોની સંખ્યા ખૂબ જ ઓછી છે.

194 રાષ્ટ્રોમાંથી માત્ર 16 દેશોમાં મહિલા નેતૃત્વ છે. એવામાં શોધકર્તાઓએ પહેલા જણાવવામાં આવેલી ડેમોગ્રાફિક્સ જોવા ઉપરાંત તેમનું પ્રદર્શન જાણવા માટે નજીકના પાડોશીની તુલના કરી. પ્રોફેસર સુપ્રિયાએ જણાવ્યું કે, નજીકનું પાડોશી વિશ્લેષણ સ્પષ્ટ રીતે પુષ્ટિ કરે છે કે જ્યારે મહિલાઓના નેતૃત્વવાળા દેશોની તુલનામાં તેમની સાથે સમાન વિશેષતાઓવાળા દેશોની સાથે કરવામાં આવે છે તો મહિલા નેતાઓના નેતૃત્વવાળા દેશોએ વધારે સારું પ્રદર્શન કર્યું છે. જ્યાં નવા કેસોની સાથે સાથે મોતો પણ ઓછી થઇ છે.

તેમણે કહ્યું કે, અમારું નિષ્કર્ષ દેખાડે છે કે મહિલાના નેતૃત્વવાળા દેશોમાં કોરોના પરિણામો વ્યવસ્થિત અને ઘણાં સારા છે અને અમુક હદ સુધી તેને તેમના દ્વારા અપનાવવામાં આવેલી સક્રિય નીતિ પ્રતિક્રિયાઓ દ્વારા સમજી શકાય છે. એટલું જ નહીં ઈન્સ્ટિટ્યૂશનલ કોન્ટેક્સ્ટ કે અન્ય બાબતોમાં પણ કન્ટ્રોલની વાત કરવામાં આવે તો પણ મહિલા નેતૃત્વ હોવાના નાતે આ દેશોને વર્તમાન મહામારીનો સામનો કરવામાં ફાયદો મળ્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp