UN સુધી પહોંચેલી મહિલા 47 ડિગ્રીમાં પકવે છે મીઠું...

PC: Khabarchhe.com

મહિલાઓ દિન પ્રતિદિન પુરષ સમોવડી બની રહી છે અને દરેક ક્ષેત્રે આગળ જોવા મળી રહી છે ત્યારે ધ્રાંગધ્રા ના રાજપર ગામે પતિ, એક પુત્ર અને બે પુત્રી સાથે રહેતી મહિલા દેવુબેન જયંતીભાઈ રાઠોડ પતિની સાથે ધ્રાંગધ્રા પાસેના રણમાં ધોમધખતા તડકામાં ઝુંપડું બાંધીને 47 ડિગ્રી તાપમાનમાં મીઠું પકવીને મજુરી કામ કરે છે.0

રણ વિસ્તારમાં કેટલીક સંસ્થા દ્રારા સોલાર સિસ્ટમ દ્વારા પાણી ખેંચવા માટે લોનની મદદ કરવામાં આવે છે. આ બધામાં અપાવી મદદ રૂપ બનેલા દેવુબેને એવું કરી બતાવ્યું કે લોકો તેમનો દાખલો આપે છે. એક વર્ષમા સોલારને લીધે પચાસ હજારનુ ડીઝલનો ખર્ચ બચી ગયો.

દેવુબેને પોતાની બચતમાંથી રૂપિયા એકઠા કર્યા અને અન્ય મહિલાઓ સાથે ભેગા થઈને અમેરીકા ખાતે યુનાઈટેડ નેશન(સંયુક્ત રાષ્ટ્ર સંઘ)ને સોલાર સિસ્ટમ દ્વારા મીઠાના અગરીયાને વસાવવા અને મદદ રૂપ બનવા રજુઆત કરવા પહોંચી ગયા હતા. દેવુબેન અને અન્ય મહિલાઓન રજૂઆતના કારણે અડધા ખર્ચ અને સરળ હપ્તા દ્વારા રણ વિસ્તારમાં સોલાર સિસ્ટમ આપવામાં આવે છે.

આ અંગે દેવુબેન જયંતિભાઈ રાઠોડે જણાવ્યું કે છેલ્લા પાચ વર્ષથી સોલાર સિસ્ટમ દ્રારા નાણાકીય ફાયદો થતા મારા દીકરા અને બન્ને દીકરીને સારું શિક્ષણ આપી રહી છું. અને એક દીકરીને બીએડમાં એડમીશન મળ્યું છે. અન્ય સાથી મહિલાઓ સાથે યુનાઈટેડ નેશન ખાતે જઈ રજુઆત કરી હતી અને સહયોગ મળતા ખૂબ ફાયદો થયો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp