મૌલાનાનો લવારો, કહ્યુ- માંસના ભાવ વધારા માટે મહિલાઓની જાંઘ જવાબદાર

PC: topskynews.com

મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાનના એક એવોર્ડ વિજેતા મૌલાના સદાયબકાસ દુલોવનું મહિલાઓ વિશેનું નિવેદન સમગ્ર વિશ્વમાં ટીકાનો વિષય બન્યું છે. મૌલાનાએ કહ્યું છે કે માંસની વધતી કિંમતો માટે ઓછા કપડાં પહેરતી મહિલાઓ જવાબદાર છે. એટલું જ નહીં, તેણે શરમજનક નિવેદન આપ્યું અને કહ્યું કે મહિલાઓનું માંસ ત્યારે સસ્તું થઈ જાય છે જ્યારે તેઓ પોતાની જાંઘને અંગૂઠાની જેમ પ્રદર્શિત કરે છે.

મૌલાના ડોલોવ, જેઓ ઇસ્લામિક યુનિવર્સિટીના વડા હતા, તેમણે બુઝુર્ગોને અપીલ કરી હતી કે તેઓ મહિલાઓને વધુ કપડા પહેરવાનું કહે જેથી માંસની કિંમતો ઓછી થઈ શકે. રેડીયો ફ્રી યુરોપના એક અહેવાલ મુજબ મૌલાનાએ દાવો કર્યો છે કે મહિલાઓએ તેમના શરીરનું વધુ પડતું પ્રદર્શન કરીને પોતાને સસ્તી બનાવી દીધી છે.

મૌલાનાએ કહ્યું, તમને ખબર છે કે માંસ ક્યારે મોંઘું થઈ જાય છે? જ્યારે મહિલાઓનું માંસ સસ્તું થાય છે ત્યારે તેના પૈસા વધે છે. એક મહિલાનું માંસ ત્યારે સસ્તુ થાય છે જયારે તે તેના અંગોનું પ્રદર્શન કરે છે, અંગુઠાની જેમ જાંઘોનું પણ પ્રદર્શન કરે છે.મૌલાના દુલોવે તાજેતરમાં રાજધાની બિસ્કેમાં એક કાર્યક્રમ દરમિયાન આવા લવારા કર્યા હતા.

મૌલાનાનું આ વિવાદાસ્પદ નિવેદન હવે સોશિયલ મીડિયા પર જોરદાર રીતે શેર કરવામાં આવી રહ્યું છે. દુલોવના આ નિવેદન બાદ મહિલાઓ ગુસ્સે છે. કેટલીય મહિલાઓએ સરકાર પાસે ઇમામ વિરુદ્ધ ગુનાહિત તપાસ શરૂ કરવાની માંગ કરી છે. હાલમાં, આ મૌલાના રાજધાનીના સ્વેર્દલોવ જિલ્લાની એક મસ્જિદમાં ઇમામ તરીકે તૈનાત છે. સરકારી ધાર્મિક સત્તામંડળના અધિકારીઓએ કહ્યું છે કે તેઓએ ડુલોવના નિવેદનની તપાસ કરી છે. જેથી કરીને ખાતરી કરી શકાય કે તેઓએ કોઈના સન્માન અને પ્રતિષ્ઠાનું ઉલ્લંઘન તો નથી કર્યું ને.

ધાર્મિક સત્તાના અધિકારીઓએ કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૌલાના દુલોવે પોતાના નિવેદનથી કોઈ ઈસ્લામિક કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમના ભાષણને ઘણા લોકો દ્વારા ગેરસમજ કરવામાં આવી છે. બીજી તરફ, વધતા વિવાદ બાદ હવે દુલોવે પણ દાવો કર્યો છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

મૌલાનાએ કહ્યું કે તેમનો અર્થ એ છે કે તમામ મુદ્દાઓ માટે અધિકારીઓને જવાબદાર ન ઠેરવવા જોઈએ. તેમણે કિર્ગિસ્તાનના લોકોને તેમના નૈતિક મૂલ્યોનું પરીક્ષણ કરવાની સલાહ પણ આપી હતી.

મૌલાનાએ કહ્યું કે તમે માંસની કિંમતો વધવાની વાત કરો છો પરંતુ જ્યારે મહિલાઓ તમારી આસપાસ કપડાં વગર ફરે છે ત્યારે તમારા સન્માનને ઠેસ પહોંચતી નથી.?ડુલોવનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કિર્ગિસ્તાનમાં માંસના ભાવ આસમાને છે. જૂનમાં કિર્ગિસ્તાનમાં માંસના ભાવ પ્રતિ કિલો રૂ. 600ની આસપાસ પહોંચી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp