ચોંકાવનારો ખુલાસો- કિશોરો-બાળકોને નશાનો સામાન વેચી રહી છે મહિલાઓ

PC: deccanherald.com

નવી દિલ્હી વિસ્તારમાં મોટી સંખ્યામાં બાળકો ખુલ્લેઆમ સ્લોચન તેમજ થિનરનો નશો કરતા મળી જશે. આ બાળકો સુધી નશાનો આ સામાન મહિલાઓના માધ્યમથી પહોંચાડવામાં આવી રહ્યો છે. પોલીસે આ ખુલાસો કોર્ટમાં દાખલ એક રિપોર્ટમાં કર્યો છે. પોલીસનું કહેવું છે કે, કારણ કે મહિલાઓ પર સરળતાથી શંકા નથી જતી, આથી તેનો ફાયદો ઉઠાવીને તેઓ આ પ્રકારના કૃત્યોને અંજામ આપી રહી છે.

પટિયાલા હાઉસ સ્થિત અતિરિક્ત સત્ર ન્યાયાધીશ અનિલ અંટિલની અદાલતમાં નાબાલિકોને નશાનો સામાન વેચવાના મામલાની સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે આ દાવો કર્યો છે. પોલીસનું કહેવું હતું કે, મોટી સંખ્યામાં બાળકો નશાના આદી બની રહ્યા છે. નવાઈના વાત તો એ છે કે, નવી દિલ્હી વિસ્તારમાં 5થી 15 વર્ષની ઉંમરની વચ્ચેના બાળકો સ્લોચન તેમજ થિનરનો નશો કરવાના આદિ બની રહ્યા છે. આ નશાને પકડવો સરળ નથી હોતો. ખાસ કરીને આ નશાના સપ્લાયર સુધી પહોંચવું એક પડકાર છે, કારણ કે બાળકો પર દબાણ ન કરી શકાય. ચિંતાની વાત એ છે કે બાળકો નશાની શરૂઆત આ રીતે જ કરી રહ્યા છે.

પોલીસે મામલાની તપાસ કરીને એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે. પોલીસનું કહેવું છે કે, 5થી 15 વર્ષના બાળકો ચોરી તેમજ ઝપટમારીના અપરાધોમાં સૌથી વધુ પકડાઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ નશાની આપૂર્તિ માટે તેમનો અપરાધની દુનિયામાં આવવું છે. આ બાળકોને દરેક સમયે આ પ્રકારનો નશો કરવાની આદત પડી જતી હોય છે, આથી તેને ખરીદવા માટે તેઓ અપરાધને અંજામ આપે છે. ચોંકાવનારી વાત એ છે કે, તેમાં પકડાવાનો ભય પણ નથી હોતો. કારણ કે, તેમને જણાવવામાં આવે છે કે જો તેઓ પકડાઈ જાય તો પણ તેમના પર કાર્યવાહી થશે નહીં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp