યુવાન મહિલા રોકાણકારો વધારે જોખમ, વધારે રિટર્નવાળા એસેટ્સમાં કરે છે રોકાણઃ સર્વે

PC: timesofindia.indiatimes.com

આજકાલ લોકો ઘણું સમજી વિચારીને પોતાના પૈસા યુવા મહિલા રોકાણકારો વધારો જોખમ અને વધારે રિટર્ન આપનારા એસેટ્સ એટલે કે શેર બજારમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. એક સર્વે પ્રમાણે, 18-25 વર્ષની મહિલા રોકાણકારોની સુરક્ષિત રોકાણ જેવા કે ટર્મડિપોઝીટ(એફડી)ને બદલે વધારે જોખમવાળા ઓપ્શનમાં રોકાણ કરવાની સંભાવના 3ગણી રહે છે.

આ સર્વે નાણાંકીય કંપની ગ્રોએ કર્યો છે, જેમાં તેણે 28000 લોકોએ પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે. સર્વેમાં મહિલાઓના રોકાણ લક્ષ્ય અંગે પણ કહેવામાં આવ્યું છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓમાં આવક અને ઉંમરની સાથે રોકાણનું લક્ષ્ય પણ બદલાતું જોવા મળ્યું છે. સર્વે પ્રમાણે 57 ટકા યુવાન મહિલાઓ પોતાના પર્સનલ લક્ષ્યને હાંસલ કરવા માટે રોકાણ કરે છે. સર્વેમાં સામેલ 28 ટકા પોતાના યાત્રાના લક્ષ્યને હાંસલ કરવા અને બીજી 28 ટકા મહિલાઓ પોતાના ઉચ્ચ શિક્ષાના લક્ષ્યને હાંસલ કરવા માટે રોકાણ કરે છે.

આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષે 30 લાખ રૂપિયાથી વધુ વેતન મેળવનારી 70 ટકા મહિલાઓએ કહ્યું છે કે તેઓ જલદી રિટાયરમેન્ટ લેવાને લીધે તે રોકાણ કરે છે. 10 થી 30 લાખ રૂપિયા કમાનારી 36 ટકા અને 5-10 લાખ રૂપિયા વર્ષના કમાનારી 26 ટકા મહિલાઓએ આ વાત કહી છે. જ્યારે 35 વર્ષથી વધુ ઉંમરની 64 ટકા મહિલાઓનું કહેવું છે કે તે લગ્ન અને બાળકના શિક્ષા માટે રોકાણ કરી રહી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મ્યુચ્યલ ફંડમાં રોકાણ કરવું તેમનો સૌથી પસંદગીનો વિકલ્પ છે. બધી ઉંમરની મહિલાઓ મ્યુચ્યલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

સાથે જ મહિલાઓ સોનામાં સારું એવું રોકાણ કરે છે. સર્વેમાં સામેલ 25 ટકા મહિલાઓએ કહ્યું છે કે તેમણે સોનામાં રોકાણ કર્યું છે. વર્ષના 10 લાખથી વધુ કમાનારી 40 ટકા મહિલાઓએ સોનામાં રોકાણ કર્યું છે. તે સિવાય વર્ષમાં 30 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનારી છ ટકા મહિલાઓએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે. જ્યારે 10 લાખ વર્ષના કમાનારી માત્ર 4 ટકા મહિલાઓએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે. રિયલ એસ્ટેટમાં 30 લાખથી વધુ વાર્ષિક કમાણી કરનારી મહિલાઓની દિલચસ્પી જોવા મળી છે. આ સર્વેમાં 2000 એવી મહિલાઓ સામેલ છે, જે રોકાણ કરતી જ નથી. રોકાણ ન કરનારી મહિલાઓમાંથી 49 ટકા મહિલાઓએ કહ્યું છે કે તેમની પાસે રોકાણ કરવાની સમજ અને વિવેકની કમી છે. જેના કારણે તે રોકાણ કરતી નથી. 32 ટકા મહિલાઓએ કહ્યું છે કે તેમની બચત રોકાણ કરવાને યોગ્ય હોતી નથી, જ્યારે 13 ટકા મહિલાઓને તેમના પૈસા ગુમાવીને દેવાનો ડર છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp