ઝૂંઝનૂની આ મહિલાઓ છે સમાજ માટે પ્રેરણા

PC: hindustantimes.com

મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા રાજસ્થાનની ઝૂંઝનૂમાં મહિલાઓએ સેનેટરી નેપકિન બનાવવાની યુનિટ શરૂ કરી હતી. આ યુનિટમાં માત્ર મહિલાઓ જ કામ કરે છે. તેઓ સેનેટરી નેપકિન બનાવીને કંઈ કેટલીક મહિલાઓને મદદ કરે છે. 'આનંદી સેનેટરી નેપકિન' બજારમાં ઉપલબ્ધ અન્ય નેપકિન કરતા ₹6 સસ્તા છે. આ યુનિટની સ્થાપના ફેબ્રુઆરીમાં 8 મહિલાઓએ કરી હતી. અમૃતા ફેડરેશન સોસાયટી નામના આ સમૂહનું સંચાલન મહિલા અધિકારિકતા વિભાગ કરે છે.

આ યુનિટમાં દરેક મહિને 15 થી 20 હજાર નેપકિન તૈયાર કરવામાં આવે છે. પરંતુ જિલ્લામાં દરેક મહિને 30 હજાર નેપકિનની ડિમાન્ડ રહે છે. આ સોસાયટીના બેંક ખાતામાં ₹4 કરોડ જમા છે, જેમાંથી અઢી કરોડ સમૂહથી જોડાયેલી મહિલાઓને સિલાઈ, ડેરી વગેરે કામ માટે લોનના રૂપમાં આપવામાં આવ્યા છે. ઝૂંઝનૂની લગભગ 15 હજાર મહિલાઓ તેની સાથે જોડાયેલી છે, તેઓ આનંદી સેનેટરી નેપકિનની માર્કેટિંગ કરે છે. આ મહિલાઓને દરેક પેકેટ વેચવા પર ₹3 કમિશન આપવામાં આવે છે.

સેનેટરી નેપકિનના વેચાણ માટે સ્કૂલ-કોલેજમાં પણ કોર્નર ખોલવામાં આવી રહ્યા છે. બજારમાં સેનેટરી નેપકિન મોંઘા મળતાં હોવાથી ગામની મહિલાઓ તેનો ઉપયોગ નથી કરી શકતી. પરંતુ આ બ્રાંડ સસ્તામાં સેનેટરી નેપકિન પૂરા પાડતી હોવાથી તેઓ આ મહિલાઓ માટે વરદાન સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp