ગાંધીનગર સચિવાલય વિસ્તારમાં ગરીબોને શિક્ષણ આપતા હસુમતિબેનને ઓળખો...

PC: khabarchhe.com

ગાંધીનગરમાં સેવા નહી પણ મેવા મેળવવા માટે સત્તાની ખુરશી ખેંચ ચાલી રહી છે ત્યારે રાજકારણીઓને શરમ આવે એવી સેવા સચિલયમાં કામ કરતા હસુમતીબેન ગરીબ પરીવારનાં બાળકોની સાંજે 6 થી 8 મફતમાં ભણાવે છે. ઝુપડપટ્ટી વિસ્તારમાં ચાલતા આ વિદ્યાદાનમાં 60 જેટલા બાળકો ભણી રહ્યા છે.

નવા સચિવાલયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપતા સેકટર ત્રણમાં રહેતા હસુમતીબેન એસધમેરીયન રોજ સાંજે નોકરી પરથી છુટ્ટીને ઝુપડપટ્ટી વિસ્તારમાં પહોચી જાય છે. ખુલ્લી જગ્યામાં જ પાસેનાં છાપરામાંથી માંગેલી લાઇટનાં અંજવાળે શિક્ષણ કાર્ય શરૂથાય છે. જેમાં 40 જેટલી બાળાઓ તથા 20 જેટલા છાત્રો ભણી રહ્યા છે.

દોઢેક વર્ષ પહેલા આ જ છાપરામાં રહેતા અને રીક્ષા ચલાવતા પ્રભુભાઇએ ભણાવવાનું કહેતા આ કામ શરૂ થયું હતું.

હસુમતીબેને આ સેવા તો શરૂ કરી, પરંતુ બાળકોને શાળાનાં પુસ્તકો નોટબુક, ડ્રોઈંગ બુક ન હોવાથી લોકો પાસેથી મેળવી. તેમાં બીજા યુવાનો જોડાયા અને જયભીમ વિવિધ લક્ષી ટ્રસ્ટ બનાવ્યું છે. ટ્રસ્ટ સાથેના યુવાનો સ્વખર્ચે બાળકોને પ્રવાસ પણ કરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp