પીરિયડ્સની તારીખ પાછળ લંબાવવા માટે અજમાવો આ ઉપાય

PC: charlies-magazines.com

મહિલાઓમાં પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ એક નેચરલ પ્રક્રિયા છે અને 11 થી 50 વર્ષની મહિલાઓએ આમાંથી ગુજરવું પડે છે. મહિલાઓના શરીરને સારી રીતે કામ કરવા માટે દર મહિને પીરિયડ્સનું આવવું જરૂરી છે. આ દરમિયાન હેવી બ્લડ ફ્લોને ચાલતા ઘણી મુશ્કેલીઓ અને દર્દ થાય છે. ખાસ કરીને પીઠ અને પેટના નીચેના ભાગમાં. પરંતુ આપણે ત્યાં માસિક દરમિયાન મંદિરમાં અને અન્ય શુભ પ્રસંગોએ મહિલાઓને દૂર રાખવામાં આવે છે.
ઘણી વખત લગ્ન કે અન્ય ધાર્મિક પ્રસંગોએ માસિકને ટાળવું જરૂરી બની જાય છે. તેના માટે બજારમાં ઘણી દવાઓ મળે છે પરંતુ નેચરલી પીરિયડ્સની તારીખને પાછળ ઠેલવી શકાય છે. તો ચાલો જોઈએ કેટલાંક નેચરલ ઉપાય.

મસાલેદાર ખાવાનું- મસાલેદાર ખાવાથી બ્લડનો ફ્લો વધે છે. પરંતુ જો તમારે તમારી તારીખને પાછળ લઈ જવી હોય તો તમારી આગળના મહિનાની તારીખના થોડા દિવસો પહેલાથી તમારે મસાલેદાર ખાવાનું બંધ કરી દેવું જોઈએ.

વિનેગર- પીરિયડ્સની તારીખ પાછળ ઠેલવવી હોય તો વિનેગર ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. એક ગ્લાસ પાણીમાં ત્રણ-ચાર ચમચી વિનેગર નાખીને દિવસમાં 2-3 વખત પીવું જોઈએ. આમ કરવાથી 3-4 દિવસ સુધી તમારી તારીખ પાછળ જશે.

જિલેટીન- એક વાડકીમાં જિલેટીનનપં પેકેટ નાખીને તેને તરત પી લેવાથી પણ તમે 3-4 કલાક માટે પીરિયડ્સને પાછળ ઠેલવી શકો છો. તમે નેચરલ રીતે પીરીયડ્સને પાટળ ઠેલવો છો પરંતુ લાંબા સમય સુધી આમ કરવાથી નુકસાન પણ થઈ શકે છે તો કોઈક વખત તેનવો ઉપયોગ કરવો ઓકે છે.

કસરતઃ પીરિયડ્સ સમયસર લાવવા માટે એક્સરસાઈઝ કરવી પારી વાત છે પરંતુ રેગ્યુલર એક્સરસાઈઝ  કરવાથી પીરિયડ્સની તારીખ પણ પાછળ ઠેલવી શકાય છે. જલ્દીથી પીરિયડ્સ ન આવે તે માટે હેવી એક્સરસાઈઝ કરવી જોઈએ.

લીંબુઃ લીબુંનો ઉપયોગ પીરિયડ્સને પાછળ લઈ જવા અને હેવી બ્લડ ફ્લોને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. આથી પીરિયડ્સના પાછળ ઠેલવવા માટે લીંબુંને ચાવો અથવા ખાઓ. પાણીમાં લીંબું નીચોવીને પણ પી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp