ભારતની પહેલી WWE મહિલા રેસલર બનીને કવિતાએ રચ્યો ઈતિહાસ

PC: facebook.com/imkavitadevi

હરિયાણાની કવિતા દેવીએ ઈતિહાસ રચી દીધો છે. કવિતા દેવીને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ(WWE) દ્વારા સાઇન કરવામાં આવ્યા બાદ તે ભારતની પહેલી મહિલા રેસલર બની ગઈ છે. ભારતીય મૂળના અને WWE ચેમ્પિયન જિંદર મહલે ભારત આવીને આની જાહેરાત કરી હતી. કવિતા હરિયાણા પોલીસમાં રહી ચૂકી છે અને પંજાબ સ્થિત ટ્રેનિંગ એકેડમીમાં તેણે ધ ગ્રેટ ખલીના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ પણ મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.